સતત પાણી ટપકતું હોવાથી વાહનો સ્લીપ થવાનો ભય: વગર વરસાદે પલળીને પસાર થતા વાહનચાલકો
રાજકોટમાં નવનિર્મિત લક્ષ્મીનગર અંડરબ્રિજમાંથી ભરશિયાળે પાણીની રેલમછેલ જોવા મળી હતી. અંડરબ્રિજની દીવાલોમાંથી પાણીના ફુવારા છૂટતા વાહનચાલકોને ભારે હાલાંકીનો સામનો કરવો પડી રહ્યો છે. જો ભરશિયાળે આ હાલ છે તો ચોમાસામાં શું પરિસ્થિતી સર્જાશે.
- Advertisement -
કરોડોના ખર્ચે બનેલા બ્રિજની છત પરથી પાણી ટપકી રહ્યું છે. સતત પાણી ટપકતું હોવાથી વાહન સ્લીપ થવાનો ભય સતાવી રહ્યો છે. વાહનચાલકો ત્યાંથી પસાર થાય ત્યારે વગર વરસાદે ત્યાંથી પલળીને પસાર થવું પડી રહ્યું છે.