મેન્ટેનન્સ અને ૠજછ (ગ્રાઉન્ડ સ્ટોરેજ રિઝર્વોયર) સફાઈના બહાને વારંવાર પાણીકાપ ઝીંકવામાં આવતા હોબાળો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મહાપાલિકા દ્વારા શહેરના ઈસ્ટ અને સેન્ટ્રલ ઝોનમાં સમાવિષ્ટ વિવિધ વિસ્તારોમાં આગામી 11 માર્ચ બુધવારના રોજ પાણી વિતરણ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. હાલ ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે મનપાનાં વોટર મેનેજમેન્ટ યુનિટ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયને કારણે શહેરના 5 વોર્ડના લાખો નાગરિકોને પીવાના પાણી માટે ભારે હાલાકી ભોગવવી પડશે. ખાસ કરીને છેલ્લા માત્ર 40 દિવસમાં આ ચોથો પાણીકાપ હોવાથી લોકોમાં તંત્રની કાર્યપદ્ધતિ સામે રોષ જોવા મળી રહ્યો છે. વોટર મેનેજમેન્ટ વિભાગે જણાવ્યા અનુસાર, ઈસ્ટ ઝોનમાં આવેલા વિનોદનગર પમ્પિંગ સ્ટેશન ખાતે હેડર લાઈન બદલવાની અત્યંત આવશ્યક કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ ઉપરાંત, ૠજછ (ગ્રાઉન્ડ સ્ટોરેજ રિઝર્વોયર) ની સફાઈની કામગીરી પણ સાથે જ કરવામાં આવશે.
કયા વોર્ડના વિસ્તારમાં પાણીકાપ લાગુ પડશે ?
વોર્ડ નં. 18 (વિનોદનગર હેડવર્કસ હેઠળના વિસ્તારો): રાધાકૃષ્ણાનગર, રાધાનગર, રેઇનબો સોસાયટી, જવાહરનગર, શિવપાર્ક, શ્રદ્ધાપાર્ક, શિવશ્રધ્ધા સોસાયટી, શ્રધ્ધાદીપ સોસાયટી, ગ્રીનપાર્ક, શ્રદ્ધાપુરી સોસાયટી, રાધાક્રિષ્ણાનગર, સુખરામ સોસાયટી
- Advertisement -
વોર્ડ નં. 17 (પાર્ટ-1): બાબરીયા કોલોની, અયોઘ્યા સોસાયટી, સુભાષ નગર અઇઈ, આશાપુરા નગર, કોઠારિયા રોડ, જમના નગર, હકરીઘવા રોડ, કિરણ સોસાયટી, સુભાષ નગર 6, નહેરુનગર, જૂનું સુભાષ નગર, રાજલક્ષ્મી સોસાયટી, કામનાથ સોસાયટી, વિશ્રાન્તિ નગર, વિક્રાંતિ નગર, હુડકો-અ અને ઇ તેમજ મોરારીનગર
વોર્ડ નં. 13 (ગુરુકુળ હેડવર્કસ હેઠળના વિસ્તારો): નવલનગર, કૃષ્ણનગર, ત્રિવેણીનગર, ભોલેનાથ સોસાયટી, ગુરુપ્રસાદ સોસાયટી, કૈલાસનગર, પંચશીલ સોસાયટી, હરિદ્વાર સોસાયટી, સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ એરિયા, ગુણવતીનગર, જે.કી.પાઠક પાર્ક, શિવનગર, રામનગર, લોધેશ્વર સોસાયટી, માલવિયા નગર, અંબાજી કડવા પ્લોટ
વોર્ડ નં. 7: ભક્તિનગર પ્લોટ, વિજય પ્લોટ, ગોંડલ રોડ, ઢેબર રોડ, લોહાનગર, ઉદ્યોગ નગર તથા તેની આસપાસના વિગેરે વિસ્તારો
વોર્ડ નં. 14: વાણીયાવાડી, ગાયત્રીનગર, ગોપાલનગર, ગીતાનગર, ભક્તિનગર, ઢોલરીયાનગર, શ્રમજીવી સોસાયટી, કોઠારીયા કોલોની (પાર્ટ), માસ્ટર સોસાયટી (પાર્ટ), મીલપરા (પાર્ટ), મયુર પાર્ક, પુજારા પ્લોટ (પાર્ટ), આનંદનગર (પાર્ટ), મધુરમ પાર્ક, ગુલાબ નગર અને અમૃત પાર્ક.
વોર્ડ નં. 17 (પાર્ટ-2): નારાયણ નગર ભાગ-1, 2, નારાયણ નગર મફતિયું, ઢેબર કોલોની ભાગ-1, 2, 3, હસનવાડી ભાગ-1, 2, વાલકેશ્વર સોસાયટી, શ્રીનગર, સાધના સોસાયટી, ઇન્દીરાનગર 1, 2, મેઘાણીનગર, ન્યુ મેઘાણીનગર, આશીર્વાદ સોસાયટી, ગુરુજન સોસાયટી, ગીતાંજલી સોસાયટી, અવંતિકા સોસાયટી અને આનંદનગર ગાયત્રી બગીચા વાળો ભાગ.



