રાજ્ય સરકાર દ્વારા લોકોની સુખાકારી માટે અનેક વિકાસના કામો કરી રહી છે. ત્યારે માણાવદરમાં પણ ગાંધી ચોક ખાતે સીટી સિવિક સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું છે. ત્યારે લોકોને એક જ સ્થળ ઉપર તમામ પ્રકારની સુવિધા મળે અને તેના પ્રશ્ર્નો નિકાલ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સિટી સિવિક સેન્ટર બનાવવામાં આવ્યા છે. ત્યારે માણાવદર ખાતે સીટી સિવિક સેન્ટર બન્યું ત્યારથી લોકોને પીવા માટે ઠંડા પાણીનું કુલર મૂકવામાં આવ્યું છે પરંતુ આ કુલર સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ થયું તે સમયથી હજુ સુધી ચાલુ કરવામાં આવેલ નથી. ત્યારે હાલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં અરજદારોને પણ પીવા માટે બહારથી પાણી વહેંચાતું લેવું પડે છે. વોટર કુલર ઉનાળાની ઋતુ પુરી થાય પહેલા ચાલુ કરે તેવી લોક માંગ ઉઠી છે.
Follow US
Find US on Social Medias