તાજેતરમાં, ભારતીય નૌકાદળના જહાજોએ અરબી સમુદ્રમાં અનેક એન્ટી-શિપ મિસાઇલ ફાયરિંગ કર્યા
સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતીય નૌકાદળ અરબી સમુદ્રમાં વ્યાપકપણે કવાયત કરી રહ્યું છે. કોઈપણ અસામાન્ય પ્રવૃત્તિ સામે યુદ્ધ જહાજો સતર્ક છે. નૌકાદળે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં ગોળીબાર માટે ચાર ગ્રીન નોટિફિકેશન જારી કર્યા છે, જે તે પ્રદેશથી માત્ર 85 નોટિકલ માઇલ દૂર છે જ્યાં પાકિસ્તાન હાલમાં અરબી સમુદ્રમાં તેની નૌકાદળ કવાયત કરી રહ્યું છે.
- Advertisement -
ભારતીય કોસ્ટ ગાર્ડના જહાજો ગુજરાતના દરિયાકાંઠે આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા નજીકના આગળના વિસ્તારોમાં પણ તૈનાત છે. ભારતીય નૌકાદળ તેની જવાબદારીના સમગ્ર ક્ષેત્રમાં હાજરી મજબૂત બનાવી રહ્યું છે.
INS જહાજ સુરત શહેરમાં તૈનાત
આ ઉપરાંત દેશની દરિયાઈ સુરક્ષા મજબૂત કરવા ભારતીય નૌકાદળનું આધુનિક યુધ્ધ જહાજ INS ગુજરાતનાં સુરત શહેરમાં તૈનાત થઈ ચૂક્યું છે. આ જહાજ અદાણી પોર્ટ, હજીરા ખાતે આવ્યું છે. ભારતમાં બનેલું સૌથી આધુનિક ટેક્નોલોજીથી સજ્જ આ મિસાઇલ ડિસ્ટ્રોયર, પીએમ નરેન્દ્ર મોદી દ્વારા INS સુરતના લોકાર્પણ બાદ પ્રથમ વખત ગુજરાત આવ્યું છે. આ જહાજ સુરતમાં બે દિવસ હજીરાના અદાણી પોર્ટ પર રહેશે. આવતીકાલે પોલીસ ઓફિસરો, NCCના વિદ્યાર્થી તેમજ નાગરિકોને પણ આ જહાજની અંદરની મુલાકાત લેવાની ખાસ તક મળશે.
- Advertisement -
ભારતની સુરક્ષા માટે લેવામાં આવતા આ દરેક પગલાઓ દર્શાવે છે કે ભારત આગમી સમયમાં યુધ્ધ જેવી પરિસ્થિતિ સર્જાય તો પડકાર આપવા સંપૂર્ણ રીતે તૈયાર છે. જે ભારતીય સૈનિકો, જવાનો અને લશ્કરોની શક્તિનું દુશ્મનોને પ્રદર્શન કરાવે છે.