યુદ્ધની તણાવભરી સ્થિતિ વચ્ચે ભારતીય નૌકાદળનું આધુનિક યુદ્ધ જહાજ INS સુરત શહેરના અદાણી પોર્ટ, હજીરા ખાતે પહોચ્યું. આ જહાજ ભારતમાં બનેલું સૌથી આધુનિક ટેકનોલોજીથી સજ્જ મિસાઇલ ડિસ્ટ્રોયર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઈંગજ સુરતનું લોકાર્પણ થયા બાદ આ પ્રથમ વખત છે કે આ જહાજ ગુજરાત આવી પહોંચ્યું છે. INS સુરતનું પોર્ટ પર રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયા અને સુરતના કલેક્ટર દ્વારા ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું. આ જહાજ હવે સુરતમાં બે દિવસ માટે હજીરાના અદાણી પોર્ટ પર રહેશે. આવતીકાલે પોલીસ ઓફિસરો, NSSના વિદ્યાર્થી તેમજ નાગરિકોને પણ આ જહાજની અંદરની મુલાકાત લેવાની ખાસ તક મળશે.
હજીરા પોર્ટ પર પહોંચ્યું લડાકુ જહાજ ‘INS સુરત’

Follow US
Find US on Social Medias


