ખાસ-ખબર ન્યૂઝ ભાવનગર
પાલીતાણા ખાતે આદિ વીર છ’રી પાલિત સંઘ નિમિત્તે પ.પૂ. આચાર્ય ભગવંત વિજ્યરત્નચંદ્ર સૂરીશ્વરજી તથા આચાર્ય ભગવંત ઉદયરત્ન સુરિશ્વરજી મહારાજ સાહેબના વંદનાર્થે પધારેલ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું પાલીતાણા હેલિપેડ ખાતે સ્થાનિક પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. હેલિપેડ ખાતે મુખ્યમંત્રીના સ્વાગત પ્રસંગે ગુજરાત ભાજપ ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા,ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા, કલેકટર આર.કે.મહેતા, ઇ.ચા. જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકી, રેન્જ આઇ.જી. ગૌતમ પરમાર, પોલીસ અધિક્ષક હર્ષદ પટેલ સહિત જૈન સમાજના અગ્રણીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા