કોર્પોરેશનમાં હવે ટીપી, બાંધકામ, ટેકસ સહિતની શાખાઓની જેમ ફાયર બ્રિગેડ શાખા માટે પણ વોર્ડ વિભાજન : 18 વોર્ડ 8 સ્ટેશનમાં વહેંચાયા
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.3
- Advertisement -
રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનમાં હવે ટીપી, બાંધકામ, ટેકસ સહિતની શાખાઓની જેમ ફાયર બ્રિગેડ શાખા માટે પણ વોર્ડ વિભાજન કરી દેવામાં આવ્યું છે. ઝછઙ ગેમઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડ ઇતિહાસમાં સૌપ્રથમ વખત ફાયર બ્રિગેડનું વોર્ડ વાઇઝ વિભાજન કરવામાં આવ્યું છે. અને જેતે વિસ્તારમાં વોર્ડવાઇઝ ફાયર સ્ટેશન ફાળવી દેવામાં આવ્યા છે. કુદરતી આપત્તિ, હોનારત, આગ લાગવા જેવા બનાવોમાં હવે ચીફ ફાયર ઓફિસરની સૂચના મુજબ આ નવી પદ્ધતિથી કાર્યવાહી કરવામાં આવશે. ફાયર એનઓસી સહિતની પડતર કામગીરી માટે પણ ભવિષ્યમાં આ વોર્ડવાઇઝ વ્યવસ્થા લોકોને કામ આવી શકશે. પ્રાપ્ત વિગત મુજબ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ શાખાના ફાયર સ્ટેશન દ્વારા કરવામાં આવતી તમામ પ્રકારની કામગીરી હવેથી વોર્ડ વાઈઝ કરવામાં આવશે.
જેમાં કનક રોડ ફાયર સ્ટેશન ખાતે વોર્ડ નં.7 અને 14નો વિસ્તાર, કાલાવડ રોડ ફાયર સ્ટેશન ખાતેથી વોર્ડ નં. 8, 10 અને 11નો વિસ્તાર, બેડીપરા ફાયર સ્ટેશનમાં વોર્ડ નં. 5,6 અને 15નો વિસ્તાર, મવડી ફાયર સ્ટેશન ખાતેથી વોર્ડ નં. 12 અને 13નો વિસ્તાર, રામાપીર ફાયર સ્ટેશન ખાતેથી વોર્ડ નં. 1 અને 9નો વિસ્તાર, કોઠારીયા ફાયર સ્ટેશન દ્વારા વોર્ડ નં. 16, 17 અને 18નો વિસ્તાર જ્યારે રેલનગર ફાયર સ્ટેશન દ્વારા વોર્ડ નં. 2 અને 3 નો વિસ્તાર ઉપરાંત ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર દ્વારા વોર્ડ નં. 4નાં વિસ્તારમાં કામગીરી કરવાની રહેશે. જોકે, કુદરતી આફત હોનારત, ગંભીર આગ લાગવાના બનાવોમાં ચીફ ફાયર ઓફિસરની સુચના મુજબ કામગીરી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં રાજકોટનાં કાલાવડ રોડ નજીક આવેલા ઝછઙ ગેમઝોનમાં અગ્નિકાંડ સર્જાયો હતો. જેમાં 27 લોકો જીવતા ભડથું થયા હતા. સમગ્ર મામલે ચીફ ફાયર ઓફિસર આઈ. વી. ખેર અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર સાગઠિયા પર ગુનો નોંધાતા બંનેને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જેના સ્થાને કચ્છ-ભુજ ખાતેનાં અનિલ મારૂને ચીફ ફાયર ઓફિસર તરીકેની જવાબદારી સોંપવમાં આવી છે. ત્યારે ચાર્જ સંભાળતાં જ તેમણે ફાયર વિભાગની કામગીરીને વોર્ડ વાઇઝ કરવા મહત્વનો નિર્ણય લીધો છે.