રાજકોટમાં આવાસ કૌભાંડમાં બે કોર્પોરેટરોની સંડોવણી
જવાબદાર કોર્પોરેટર વિરૂદ્ધ શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે: શહેર ભાજપ પ્રમુખ
- Advertisement -
લોકસભાની ચૂંટણી સમયે આવાસ કૌભાંડમાં બે કોર્પોરેટરોની સંડોવણી હોવાનું સામે આવ્યું છે ત્યારે આ બંને કોર્પોરેટર પાસેથી રાજીનામુ લેવાયું છે. આ અંગે આજરોજ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ પત્રકાર પરિષદ યોજી અને કોર્પોરેટર વિરૂદ્ધ શિક્ષાત્મક પગલાં લેવા અંગેની સ્પષ્ટતા કરી હતી.
આજરોજ ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ પત્રકાર પરિષદ બોલાવી હતી કારણ કે લોકસભાની ચૂંટણી સમયે આવાસમાં કૌભાંડ આચર્યુ હોવાનું જાણવા મળ્યું છે જેમાં બે કોર્પોરેટરોની સંડોવણી હોવાનું જાણવા મળ્યું છે ત્યાર બાદ વોર્ડ નં. 6ના કોર્પોરેટર દેવુબેન મનસુખભાઈ જાદવનું ચેરમેનપદેથી રાજીનામુ લઈ લેવામાં આવ્યું છે અને ભાજપના કોઈ પણ કાર્યક્રમમાં આવવું નહીં, કોર્પોરેશનમાં ન આવવા માટેની સૂચના આપી દેવામાં આવી છે તેવું આજરોજ મુકેશ દોશીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. મનસુખ જાદવ સામે આવાસ તેમજ નોકરીમાં ભરતી મામલે પૈસાનો વિડીયો મામલે ભાજપે કડક કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.
કોર્પોરેટર દેવુબેન જાદવના પતિ મનસુખ જાદવનો એક વિડીયો પણ વાઈરલ થયો હતો જેમાં ફીમેલ હેલ્થ વર્કરની નોકરી માટે અઢી લાખ રૂપિયાની માગણી કરી હતી. જેનો વિડીયો પણ સામે આવ્યો છે.
આમ રાજકોટમાં આવાસ યોજનામાં ગેરરીતિ અને ભરતી માટે રૂપિયાની માંગ કરવામાં આવતા શહેર ભાજપ પ્રમુખ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોર્પોરેશનમાં કોર્પોરેટરે પ્રવેશ ન કરવાની પણ સૂચના આપી છે.