આવતીકાલે વોર્ડ નં. 14માં યોજનાકિય કેમ્પ યોજાશે
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બીજા તબક્કાની વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું તા. 6થી તા. 25 સુધી આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત તા. 15ના રોજ વોર્ડ નં.4 ખુલ્લો પ્લોટ, ઝાંઝરીયા હનુમાન પાસે, ભગવતીપરા મેઈન રોડ, ભગવતીપરા બ્રિજથી આગળ જ્યારે બપોરે 3-30 કલાકે વોર્ડ નં. 4 હોકર્સ ઝોનની બાજુનો પ્લોટ, મોરબી રોડ, જકાતનાકા ખાતેથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો શુભારંભ મેયર નયનાબેન પેઢડીયાના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો.
આ વોર્ડમાં યોજાયેલા ઉપરોક્ત બંને યોજનાકીય કેમ્પમાં સરકારની જનહિતની વિવિધ યોજનાઓનો કુલ 3,479 લાભાર્થીઓએ લાભ લીધેલ હતો. જેમાં વોર્ડ નં.4 ખુલ્લો પ્લોટ, ઝાંઝરીયા હનુમાન પાસે, ભગવતીપરા મેઈન રોડ, ભગવતીપરા બ્રિજ ખાતેના કેમ્પમાં 1,625 લોકોને અને વોર્ડ નં.4 હોકર્સ ઝોનની બાજુનો પ્લોટ, મોરબી રોડ, જકાતનાકા ખાતેના કેમ્પમાં 1,854 નાગરિકાએે વિવિધ સરકારી યોજનાઓનો લાભ લીધો હતો.
આ કેમ્પમાં મેયર નયનાબેન પેઢડીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા, શહેર ભાજપ મહામંત્રી અશ્ર્વિનભાઈ મોલિયા, કોર્પોરેટર કંકુબેન ઉઘરેજા, કાળુભાઈ કુગસીયા, પરેશભાઈ પીપળીયા, મહીલા મોરચાનાં અગ્રણી નયનાબેન માલી, રાજેશ્રીબેન માલવી, વોર્ડ નં. 4ના પ્રભારી જે.ડી.ભાખર, પ્રમુખ કાનાભાઈ ડંડેયા, મહામંત્રી ભરતભાઈ લીંબાસીયા, હિતેશભાઈ મઠીયા, વિકસિત ભારત સંકલ્પ યાત્રાના ભાજપ પાર્ટીના ઇન્ચાર્જ વિજયભાઈ પાડલીયા, સહ-ઇન્ચાર્જ જે.પી.ધામેચા, નીતિન વાઘેલા તથા રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી/કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં વિવિધ યોજનાઓના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વોર્ડ નં. 4માં યોજાયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને યોજનાકિય કેમ્પનો કુલ 3,479 લાભાર્થીઓએ વિવિધ યોજનાઓનો લાભ
લીધો હતો.
આવતીકાલ તા. 17ના રોજ વોર્ડ નં. 14માં સવારે 9-30 કલાકથી બપોરના 1-30 કલાક સુધી પૃથ્વીરાજ ચૌહાણ આર.એમ.સી. શાળા નં. 48, જિલ્લા ગાર્ડનની અંદર, આંબેડકર હોલ પાસે, બાપુનગર રોડ ખાતે તેમજ બપોરના 3-30 કલાકથી સાંજના 7-00 કલાક સુધી પંડિત દિનદયાળ આર.એમ.સી. શાળા નં.65, શ્રમજીવી સોસાયટી, 4/6 કોર્નર, ઢેબર રોડ, અંધ મહિલા વિકાસગૃહની સામે યોજનાર છે.