રહેવાસીઓએ રસ્તા પર ઉતરી ભાજપ પર ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો: તંત્રને રજૂઆત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં રોડ-રસ્તાનો પ્રશ્ર્ન હવે સામાન્ય બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. અવારનવાર રોડ રસ્તા અને પાણીના પ્રશ્ર્નોને લઈને રહેવાસીઓ રસ્તાઓ પર ઉતરી આવે છે અને કોર્પોરેશનને રજૂઆત કરે છે છતાં પણ તંત્ર દ્વારા આ પ્રશ્ર્નોનો ઉકેલ લાવવામાં આવતો નથી.
વોર્ડ નં. 13માં પણ રોડ-રસ્તા અને ડ્રેનેજ સહિતના પ્રશ્ર્નોને લઈને સ્થાનિકો આજરોજ રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ અંગે પૂર્વ કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો રાજકોટમાં માત્ર ને માત્ર ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર જ કરે છે. છેલ્લા ઘણા સમયથી વોર્ડ નં. 13માં રસ્તાઓ ખરાબ હોવાથી લોકો પરેશાન થઈ રહ્યા છે. છતાં પણ તંત્ર દ્વારા કામગીરી કરવામાં ન આવતા રહેવાસીઓ દ્વારા કૃષ્ણનગર મેઈન રોડ પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો અને ભાજપ પર ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવ્યો હતો.