ઉમેદવારો – નેતાઓ સોશિયલ મીડિયા પર પ્રચારનો મારો
સોશિયલ પ્લેટફોર્મ થકી લોકો સુધી પોંહચવાના પ્રયાસ; પક્ષ તેમજ ઉમેદવારો પસંદગી મુદ્દે રોષ અને નારાજગીની ચર્ચાઓ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.30
જૂનાગઢ દેશભરમાં 2024 લોકસભા સામાન્ય ચૂંટણી જાહેર થઇ ગઈ છે. ત્યારે આ 2024ની ચૂંટણીમાં સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ તમામ પક્ષો કરી રહ્યા છે.પોતાના પક્ષનો પ્રચાર પ્રસાર કરવા ઉમેદવારો સોશ્યલ પેલ્ટફોર્મને પસંદ કરીને વધુમાં વધુ મતદારો સુધી પોંહચવાનો પ્રયાસ શરૂ કર્યો છે. આજના આ આધુનિક યુગમાં પ્રચાર પ્રસાર માટે સૌથી સેહલું સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ છે.કોઈ પણ પક્ષના ઉમેદવારો કે પક્ષના કાર્યકરો આંગળીના ટેરવે મતદારો સુધી સેકેંડ ના હિસાબે પોહચી જાય છે.અને પોતાનો પક્ષ મૂકી શકે છે.હજુ જેમ જેમ મતદાનની તારીખો નજીક આવશે તેમ તેમ સોશિયલ મીડિયાની વોર વધુ તેજ થશે જોકે કોઈ ઉશ્કેરણી જનક અને વાંધા જનક પોસ્ટ મૂકે તેના માટે ચૂંટણી પંચ અને પોલીસ વિભાગ સજાગતા જોવા મળી રહી છે.
લોકસભા સામાન્ય ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ ઉમેદવારોના પ્રવાસ પણ વધ્યા છે ત્યારે પક્ષના નેતા હોઈ કે, ચૂંટણી લડતા ઉમેદવાર પોતાની વાત સોશ્યલ મીડિયાના માધ્યમથી લોકો સુધી પોતાની વાત મુકતા થયા છે.જયારે પક્ષના આગેવાનો કાર્યકરો પણ પોતાના પક્ષ મુદ્દે ચર્ચા સાથે પોસ્ટ મૂકીને મતદારો સુધી પોંહચવાનો પ્રયાસ કરી રહ્યા છે.જયારે દરેક પક્ષે તો ખાસ સોશિયલ મીડિયા ટિમ ઉભી કરી છે. અને પોતાની વાતને મજબૂત રીતે મતદારો સુધી પોહચે તેવી ટિમો બનાવીને કામે લગાવી દેવામાં આવ્યા છે.જેમાં પક્ષે કરેલા કામો તેમજ આવનારા દિવસોમાં થવાના કામ મુદ્દે જોરશોરથી પ્રસાર પ્રચાર શરુ કરી દેવામાં આવ્યો છે.
- Advertisement -
આજના ફાસ્ટ યુગમાં વોટ્સેપ, યુ ટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ તેમજ ટ્વીટર સહીત અનેક માધ્યમો દ્વારા અલગ અલગ ગ્રુપ બનાવીને વિડિઓ તેમજ પોતાની વાતની પોસ્ટ મૂકી લોકો સુધી પોંહચવા મથામણ કરી રહ્યા છે બીજી તરફ સામાન્ય લોકો પણ ઉમેદવાર પસંદગી હોઈ કે પક્ષની પસંદગી મુદ્દે ચર્ચા કરીને અલગ અલગ પોસ્ટ દ્વારા પોતાની વાત કરતા થયા છે અને એક સેક્ધડમાં આંગળીના ટેરવે હજારો લાખો લોકો સુધી પોતાની રજુઆત હોઈ કે પ્રશ્ર્ન સોશિયલ મીડિયા માધ્યમથી પોતાનો પક્ષ રાખતા હોઈ છે. ત્યારે હજુ મતદાન દિવસ નજીક આવશે તેમ તેમ સોશ્યલ પ્લેટફોર્મ પર વિડિઓ અને પોતાની રજૂઆતની ભરમાર વધશે.
મતદારોએ પણ સોશિયલ મડિયા પર કેટલો ભરોસો રાખવો જોઈએ
આજના ઝડપી યુગમાં સૌથી વધુ ખતરનાક પ્લેટફોર્મ હોઈ તો તે સોશિયલ મીડિયા છે ત્યારે કઈ પોસ્ટ કોને મૂકી અને ક્યાંથી આવી સાચી છે કે ખોટી તેની ખરાઈ લોકોએ કરવી જોઈએ અનેકવાર વાંધા જનક પોસ્ટથી મતદારો ભરમાઈ જતા હોઈ છે ત્યારે લોકેએ પણ આવી પોસ્ટ પર ભરોશો રાખવો ન જોઈએ હજુ જેમ જેમ ચૂંટણીનો સમય આવશે તેમ તેમ ચૂંટણી મુદ્દે વધુમાં વધુ વિડિઓ સાથે અવનવા ગતકડાં બહાર આવશે અને લોકોને ભરમાવી દેશે ત્યારે લોકે જાગૃત બનીને સોશિયલ મીડિયા પર આવતી વાતો પર કેટલો ભરોશો રાખવો જોઈએ અને તકેદારી રાખવી જોઈએ.