પોરબંદરમાં ગઇકાલથી ડીમોલેશનની અફવાઓ ઉડી હતી,પરંતુ શહેરમાં પારસનગર વિસ્તારમાં સોસાયટી અને ધાર્મિક સ્થળ નજીક દીવાલ બનાવવા શહેરમાં 283 પોલીસનો બંદોબસ્ત મુકાયો
કાયદો વ્યવસ્થા ખોરવાય નહિ તે માટે પોરબંદર શહેરી વિસ્તારમાં ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
- Advertisement -
પોરબંદર શહેર વિસ્તારમાં ગઈકાલ મોડી સાંજથી એવી આફવાનો દૌર શરૂ થયો હતો કે જેમાં શહેરના કેટલાક ધાર્મિક સ્થળો તેમજ અન્ય કેટલાક દબાણો હટાવવાની કામગીરી માટે શહેરમાં પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે અને કેટલાક લોકોએ અફવાઓમાં આવી આટા ફેરા કરવાના પણ શરૂ કર્યા હતા પરંતુ આ બધી અફવાઓ છે ડી. વાય.એસ.પી ઋતુ રાબાએ આજે બપોરે બે કલાકે ઉદ્યોગ નગર પોલીસ સ્ટેશન ખાતે એક પત્રકાર પરિષદ યોજી હતી જેમાં જણાવ્યું હતું કે પોરબંદર શહેરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પારસનગર સોસાયટીમાં ધાર્મિક સ્થળ અને સોસાયટી વચ્ચે દિવાલ બનાવવા માટે પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો હતો. આજથી ત્રણ વર્ષ પહેલા દીવાલ બનાવવાના મુદ્દે લોકો એકઠા થયા હતા.
અને ફરી સોસાયટીના લોકોએ દિવાલ બનાવવા જતા અને સોસાયટીના રહીશોએ પોલીસ બંદોબસ્તની માંગ કરી હતી.જેને ધ્યાને રાખી પોરબંદર શહેરી વિસ્તારમાં 283 પોલીસ જવાનોનો બંદોબસ્ત કરી કીર્તિમંદિર અને ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગોઠવવામાં આવ્યો હતો. પારસનગર સોસાયટીમાં ધાર્મિક સ્થળ પારસનગર સોસાયટી વચ્ચે આજે વહેલી સવારે ચાર વાગ્યથી દિવાલ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને બપોરના બે વાગ્યા સુધી આ પ્રક્રિયા ચાલુ હતી શાંતિપૂર્ણ રીતે આ દિવાલ બનાવવામાં આવી છે માત્ર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોરબંદર શહેર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે બાકી બીજી અને કોઈ પ્રકારના ડીમોલેશનની હાલ કોઈ પ્રક્રિયા છે નહીં તેવું સ્પષ્ટ પોરબંદર પોલીસે
જણાવ્યું હતું.