ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.16
જૂનાગઢ જિલ્લાના માણાવદર વિઘાનસભા મતદાર વિભાગમાં સામાવિષ્ટ માણાવદર તાલુકામાં વોકેથોન / જાહેર રેલીનું આયોજન કરવામાં આવેલ હતુ જે અન્વયે જટઊઊઙ નોડલ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાઘિકારી, મામલતદાર, તાલુકા પ્રાથમિક શિક્ષણાઘિકારી દ્વાવારા અંદાજીત 200 જેટલા વિદ્યાર્થીઓની વોકેથોન / જાહેર રેલીનું મામલતદાર કચેરી માણાવદર ખાતેથી પ્રસ્થાન કરાવવામાં આવેલ હતું જે રેલી મામલતદાર કચેરીથી પોલીસ સ્ટેશન તથા બહારપરા વિસ્તાર તથા સીનેમા ચોક થઇ મામલતદાર કચેરી ખાતે પરત આવેલ હતી અને લોકોમાં મતદાન જાગૃતિ લાલાવા માટે રેલીનું આયોજન થયું હતું.
માણાવદરમાં મતદાન જાગૃતિ બાબતે વિદ્યાર્થીઓ દ્વારા વૉકેથોન રેલીનું આયોજન
