પ્રાંત અધિકારીની રેકી કરતા ત્રણ શખ્સોને પણ ઝડપી લીધા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.24
સુરેન્દ્રનગર જિલ્લામાં ખનિજનું ખનન અને વહન જોરશોરથી ચાલી રહ્યું છે ત્યારે જે પ્રકારે ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા ગેરકાયદેસર ખનન પર તવાઈ બોલાવી છે ત્યાર બાદ હવે વઢવાણ પ્રાંત અધિકારી પણ આળસ મરડીને જગ્યા હોય તેવું નજરે પડે છે જેમાં વઢવાણ પ્રાંત અધિકારી નિકુંજકુમાર ધૂળા અને ટીમ દરરોજ હાઇવે પરથી ખનિજ ભરેલા વાહનો ઝડપી કાર્યવાહી હાથ ધરે છે તેવામાં ગઈ કાલે બુધવારના રોજ પ્રાંત અધિકારી નિકુંજકુમાર ધૂળા, અનિરુધ્ધસિહ ચાવડા, ક્રિપાલસિહ, પ્રતિપલસિંહ સહિતની ટીમ દ્વારા વસ્તડી રોડ પરથી બ્લેક ટ્રેપ ભરેલા પાંચ ડમ્ફર સહિત 2.20 કરોડનો મુદામાલ જપ્ત કરાયો હતો આ સાથે પ્રાંત અધિકારીની ટીમ દ્વારા અધિકારીઓની રેકી કરતા વોટ્સએપ ગ્રુપમાં મેસેજ આપનારા ત્રણ શખ્સોને પણ ઝડપી લીધા હતા જેમાં લાલાભાઈ નારાયણભાઈ મુંધવા, જીગ્નેશભાઈ માધાભાઇ બોલીયા તથા દર્શનભાઈ વાલાભાઈ ધરાગીયાન મોબાઈલમાં વોટ્સએપ ગ્રુપ થકી અધિકારીઓની રેકી કરતા હોવાનું સામે આવતા ત્રણેય વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.