ડીપ્લોમાં બાદ ડીગ્રી કે નોકરી ?
👉 ડીપ્લોમાં બાદ વિધાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોના આંકડાકીય માહિતી સાથે સચોટ, તટસ્થ અને સત્ય જવાબો.
👉 ૪૦ મિનિટનો વેબીનાર ૪૦ વર્ષની કારકિર્દી ની દિશા આપશે.
- Advertisement -
ડીપ્લોમાં પૂર્ણ થયા બાદ ડીગ્રી એન્જીનીયરીંગ કરવું કે નોકરી કરવી, નોકરીમાં શું તકો છે, ડીગ્રી એન્જીનીયરીંગ બાદ નોકરીની તકો, ડીગ્રી એન્જીનીયરીંગમાં વિવિધ સ્કોલરશીપ, સ્વ-રોજગારીની તકો, ઉદ્યોગ સાહસિક માટે યોજનાઓ વગેરે અનેક પ્રશ્નો વિદ્યાર્થીઓ અને વાલીઓને મૂંઝવતા હોય છે.
આ તમામ પ્રશ્નોના આંકડાકીય માહિતી સાથેના સચોટ, તટસ્થ અને સત્ય જવાબો મેળવવા માટે વી.વી.પી. ઈજનેરી કોલેજ દવારા આયોજીત ”ડીપ્લોમા બાદ ડીગ્રી કે નોકરી ?” ઓનલાઈન વેબીનાર નો લાભ લેવાનું ચૂકશો નહિ. વી.વી.પી. મીકેનીકલના ફેસબુક પેજ પર https://fb.me/e/17DOD1zX8 લીંક દવારા અને યૂ-ટયુબ લીંક https://youtu.be/DFBtUIiKDbw દવારા આ વેબીનારમાં જોડાઈ શકાશે. વેબીનારનું આયોજન તારીખ ર જૂલાઈ ર૦ર૧, શુક્રવાર નાં રોજ સવારે ૧૧ વાગ્યે કરવામાં આવ્યું છે. ૪૦ મિનિટનો વેબીનાર ૪૦ વર્ષની કારકિર્દીની દિશા નકકી કરવામાં મદદરૂપ થશે. ઓનલાઈન વેબીનારની વધુ વિગતો માટે વી.વી.પી. મીકેનીકલનાં પ્રાધ્યાપક ડો. એરીક લાખાણી (મોબાઈલ નંબર ૯૦૯૯૦૯૯૬૪૯) પર સંપર્ક કરવો. ઓનલાઈન વેબીનારની માહિતી વી.વી.પી. ની વેબસાઈટ www.vvpedulink.ac.in પરથી પણ મેળવી શકાશે.
વી.વી.પી. ઈજનેરી કોલેજનાં આચાર્ય ડો. જયેશ દેશકરના માર્ગદર્શન હેઠળ મીકેનીકલ વિભાગનાં વડા ડો. નીરવ મણીયાર ઉપરોકત વેબીનારમાં માર્ગદર્શન આપશે. ડો. નીરવ મણીયારે બે ગોલ્ડ મેડલ અને યુનિવર્સિટી ફર્સ્ટ ક્રમાંક સાથે બેચલર ડીગ્રી, એસ.વી.એન.આઈ.ટી. સુરત થી માસ્ટર ડીગ્રી તથા ધર્મસિંહ દેસાઈ, યુનિવર્સિટી થી પી.એચ.ડી. પૂર્ણ કરેલ છે. તેઓના ૪૦ થી વધુ સંશોધનપત્રો રાષ્ટ્રીય અને આંતર-રાષ્ટ્રીય સ્તરે પ્રસિધ્ધ થઈ ચૂકયા છે. બે વખત તેઓને ”બેસ્ટ રીસર્ચ પેપર” નો એવોર્ડ મળી ચૂકયો છે. જીટીયુ ઈનોવેશન કાઉન્સિલ દવારા ”પેડાગોગીકલ ઈનોવેશન એવોર્ડ” પણ તેમને પ્રાપ્ત થઈ ચૂકયો છે. મીકેનીકલ એન્જીનીયરીંગની ઓસ્કાર સમી સંસ્થા અમેરીકન સોસાયટી ફોર મીકેનીકલ એન્જીનીયર્સ દવારા અમેરિકા ખાતે રીસર્ચ પેપર પ્રેઝન્ટેશન માટે તેઓ પસંદગી પામ્યા છે.
- Advertisement -
વેબીનારની સફળતા માટે આચાર્ય ડો. જયેશ દેશકરનાં માર્ગદર્શન હેઠળ મીકેનીકલ વિભાગનાં વડા ડો. નીરવ મણીયાર, તથા પ્રાધ્યાપકો ડો. રૂપેશ રામાણી, પ્રો. સંકેત પંડયા, પ્રો. વિજય મહેતા, પ્રો. જસ્મીન ભીમાણી, પ્રો. હાર્દિક ખૂંટ, ડો. જીતેન માકડીયા તથા તમામ પ્રાધ્યાપકગણ અને કર્મચારીગણ ભારે જહેમત ઉઠાવી રહયા છે.
વેબીનારનાં આયોજન માટે વી.વી.પી. ના મેેનેજીંગ ટ્રસ્ટી લલિતભાઈ મહેતા, ટ્રસ્ટીઓ કેોશિકભાઈ શુકલ, ડો. સંજીવભાઈ ઓઝા, હર્ષલભાઈ મણીઆર, ડો. નરેન્દ્રભાઈ દવે તથા આચાર્ય ડો. જયેશ દેશકરે મીકેનીકલ વિભાગને અભિનંદન પાઠવ્યા છે.