ભવિષ્યના એન્જીનીયરોને ડો. ચિરાગ વિભાકર, ડો. અલ્પેશ આડેસરા, ડો. સચિન રાજાણી, પ્રો. શિલ્પા કાથડના તજજ્ઞ વ્યાખ્યાનોનું સચોટ અને સંપૂર્ણ માર્ગદર્શન મળશે.
”વેબ સિરીઝ” ના જમાનમાં વિદ્યાર્થીઓ માટે ટેકનીકલ ” વેબિનાર સિરીઝ”નું આયોજન વી.વી.પી. જ કરી શકે. – પ્રિન્સીપાલ ડાૅ. જયેશ દેશકર.
”વેબ સિરીઝ” ના જમાનામાં વિદ્યાર્થીઓ માટે ટેકનીકલ ” વેબિનાર સિરીઝ” નું આયોજન વી.વી.પી. જ કરી શકે. આ શબ્દો છે વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજના પ્રિન્સીપાલ ડો. જયેશ દેશકરના કે જેઓ ”વેબિનાર સિરીઝ”ની માહિતી આપી રહ્યા હતા. ધોરણ ૧ર સાયન્સ અને ડીપ્લોમાં ટુ ડીગ્રીના વિધાર્થીઓ માટે યોજાનાર આ સિરીઝ વિશે વધુ વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, અમારી કોલેજના ઈલેકટ્રીકલ એન્જીનીયરીંગ વિભાગ દ્વારા આ ”વેબિનાર સિરીઝ” યોજાવાની છે જેમાં ઈલેકટ્રીકલના વિભાગીય વડા ડો. ચિરાગ વિભાકર, ડો. અલ્પેશ આડેસરા, ડો. સચિન રાજાણી અને પ્રો. શિલ્પા કાથડના તજજ્ઞ વ્યાખ્યાનોનો વિદ્યાર્થીઓને લાભ મળશે અને ભવિષ્યના એન્જીનીયરોને સચોટ અને સંપૂર્ણ માર્ગદર્શન મળશે.
- Advertisement -
ડો. ચિરાગ વિભાકર રર (બાવીસ) વર્ષની લાંબી શૈક્ષણિક કારકિર્દી ધરાવે છે અને તેઓ પી.એચ.ડી. ઉપરાંત એપીડીએફ છે. તેમજ હાઈવોલ્ટેજ એન્જીનીયરીંગ તેમનું સ્પેશ્યલાઈઝ ફીલ્ડ છે. ડો. અલ્પેશ આડેસરા પાવર સિસ્ટમ્સ વિષયમાં તજજ્ઞ છે, પી.એચ.ડી.ની ડીગ્રી ધરાવે છે અને તેઓ ૧૭ વર્ષની શૈક્ષણિક કારકિર્દી ધરાવે છે. ડો. સચિન રાજાણી સોલાર ફોટોવોલ્ટેઈક અને એનર્જી સ્ટોરેજ ડિવાઈસીસમાં મોટું યોગદાન ધરાવે છે, પી.એચ.ડી.ની ડીગ્રી ધરાવે છે અને તેઓની શૈક્ષણિક કારકિર્દી ર૦ વર્ષની છે તેમજ પ્રો. શિલ્પા કાથડ પાવર ઈલેકટ્રોનીકસ અને માઈક્રોકન્ટ્રોલર વિષયના નિષ્ણાંત છે, માસ્ટર્સ ડીગ્રી ધરાવે છે અને છેલ્લા ૧૪ વર્ષ થી એન્જીનીયરીંગ શિક્ષણ સાથે સંકળાયેલ છે.
તારીખ ૧૩ જુલાઈથી ૧૬ જુલાઈ ર૦ર૧, સુધી યોજાનાર આ તજજ્ઞ વ્યાખ્યાન માળામાં ડો. ચિરાગ વિભાકરનો વિષય: ”ફયુચર સ્કોપ ઈન ઈલેકટ્રીકલ એન્જીનીયરીંગ” (તા. ૧૬ જુલાઈ શુક્રવાર, સવારે ૧૦ કલાકે), ડો. અલ્પેશ આડેસરાનો વિષય: ”રોલ ઓફ એન એન્જીનીયરીંગ ઈન પ્રોફેશનલ ફિલ્ડ” (તા. ૧પ જુલાઈ, ગુરૂવાર, સવારે ૧૦ કલાકે), ડો. સચિન રાજાણીનો વિષય: ”રીન્યુએબલ એનર્જી એન્ડ ઈલેકટ્રીકલ વેહીકલ્સ” (તા. ૧૩ જુલાઈ મંગળવાર, સવારે ૧૦ કલાકે) અને પ્રો. શિલ્પા કાથડનો વિષય: ”મલ્ટીડીસીપ્લીનરી એપ્રૉચ ઈન એન્જીનીયરીંગ” (તા. ૧૪ જુલાઈ બુધવાર, સવારે ૧૦ કલાકે) તજજ્ઞ વ્યાખ્યાન આપશે.
તમામ વેબિનાર યુ ટયુબ અને ફેસબુક પરથી લાઈવ પ્રસારિત કરવામાં આવશે.
- Advertisement -
સમગ્ર આયોજન માટે સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી આ. શ્રી લલિતભાઈ મહેતા, ટ્રસ્ટીઓશ્રી કૌશિકભાઈ શુકલ, ડો. સંજીવભાઈ ઓઝા, શ્રી હર્ષલભાઈ મણીઆર, ડો. નરેન્દ્રભાઈ દવેએ શુભેચ્છાઓ પાઠવી છે.
સમગ્ર વિદ્યુત ઈજનેરી કર્મચારીગણ આ વેબિનાર સિરીઝ માટે જહેમત ઉઠાવી રહ્યા છે. વેબિનારની વધુ વિગતો માટે પ્રો. અમિત પાઠક-૯૪૦પ૯ ર૪૬૪૧નો સંપર્ક કરવો.
વેબિનારની લીંક:
youtube live link: Channel name: Vyavsayi Vidya Pratishthan https://bit.ly/3dZhDwy
Face book live link: Page name: V.V.P Electrical Engineering Department https://bit.ly/3jVdJZD