કુલપતિ ભીમાણીના ગેરવહીવટથી કંટાળીને રિટાયરમેન્ટ લીધું હોવાની ચર્ચા
પરીક્ષા સંબંધી લેખિત આદેશ આપવાને બદલે મૌખિક સુચના આપતા હોવાની ફરિયાદ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે. પેપર લીક પ્રકરણમાં સંડોવાયેલી કોલેજનું નામ જાહેર થાય તે પહેલા જ પરીક્ષા નિયામક નિલેશ સોનીએ વીઆરએસની અરજી કરતા આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે. યુનિ.માં મુખ્ય લાયબ્રેરીયનમાંથી પરીક્ષા નિયામકની કાયમી જગ્યા ઉપર તેઓની પસંદગી થયા બાદ માત્ર ત્રણ મહિનાનાં ટૂંકાગાળામાં યુનિ.ના રાજકારણથી કંટાળી આજે યુનિ.ના મહેકમ વિભાગમાં તેઓએ વોલન્ટરી રિટાયરમેન્ટનો પત્ર મોકલી દેતા યુનિ.માં અધિકારીઓ ઉપર કામના વધતા જતા ભારણનો મુદ્દો ચર્ચાસ્પદ બન્યો હતો. ત્યારે એવી પણ ચર્ચા થઈ રહી છે કે, નિલેશ સોની પર કુલપતિ ભીમાણીના ગેરવહીવટથી ખૂબ જ કંટાળી ગયા હતા. સૌરાષ્ટ્ર યુનિ.માં પરીક્ષા નિયામક પદેથી વીઆરએસ લેવા માટે નિલેશ સોનીએ કુલપતિની રાહ જોઈ હતી. પરંતુ કુલપતિ અન્યત્ર રોકાયેલા હોવાથી યુનિ.ના કેમ્પસ ઉપર આવી નહીં શકતા તેઓને યુનિ.ના મહેકમ વિભાગને વીઆરએસની અરજી આપી દીધી હતી. અરજીમાં જણાવ્યું હતું કે યુનિ.ના કુલપતિ પ્રો.ગિરીશ ભિમાણી માત્ર મૌખિક હુકમો કરી કામ કરાવે છે. કોઈ લેખિત આદેશ આપતા નથી. પરીક્ષાના પેપરો મોકલવાની પદ્ધતિમાં ફેરફાર કરવો, પરીક્ષાની કામગીરી ઓનલાઈન કરવી કે કેમ ? પેપર લીક પ્રકરણમાં પોલીસ ફરીયાદ કેમ ન કરવી ? આ તમામ મુદ્દાઓ માટે લેખિત સુચના આપવાને મૌખિક સુચનાઓ આપી અધિકારીઓને ધમકાવવાની નીતિથી કંટાળીને વીઆરએસ લઈ લીધાનું સામે આવ્યું છે.