ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.20
ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીના આકસ્મિક નિધનથી વ્યથિત વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી મહારાજ એમના લંડનના પ્રવાસેથી પરત ફર્યા બાદ બીજે જ દિવસે ગાંધીનગર સ્થિત સ્વ વિજયભાઈ રૂપાણીના નિવાસ સ્થાન પર રૂબરૂ મુલાકાત લઇ એમના પરિવાર પર આવી પડેલી અણધારી આફતના સમયે સાંત્વના પાઠવી હતી. અને સંવેદના વ્યક્ત કરી હતી. સ્વ વિજયભાઈ રૂપાણીના ધર્મપત્ની અંજલીબેન તથા પુત્ર ઋષભભાઈ સાથેની આ મુલાકાત દરમ્યાન વિજયભાઈ સાથેના જુના સંસ્મરણો યાદ કરી ભાવુક બન્યા હતા અને સ્વ વિજયભાઈના આત્માની સદ્ગતિ અને મોક્ષ અર્થે શ્રી ઠાકોરજીને પ્રાર્થના કરી હતી.
સ્વ વિજયભાઈ રૂપાણી એમના ગુજરાત રાજ્યના ઈખ તરીકેના કાર્યકાળ દરમ્યાન ઈખ (કોમન મેન) શબ્દને સાચા અર્થમાં ચરિતાર્થ કરી સાદગીભર્યું જીવન જીવ્યા હતા, અને રાજકીય કારકિર્દીમાં લોકોના હૃદય સમ્રાટ બન્યા હતા . ગુજરાત રાજ્યની પ્રજા અને ખાસ કરીને રાજકોટ શહેરની જનતા વિજયભાઈને ક્યારેય ભૂલી નહિ શકે એવું આ શહેરને અદ્યતન અને સુવિધા સભર બનાવ્યું હતું.