ખાસ-ખબર સંવાદદાતા
ચૂંટણી નજીક આવતા મતદારો માં વિવિધ માંગણી ને લઈને રોષ જોવા મળી રહ્યો છે ત્યારે જૂનાગઢ શહેરના જોષીપરા વિસ્તારમાં આવેલ ગંગાનગર સોસાયટીમાં સ્થાનિક રહેવાસીઓએ મતદાન બહિષ્કારના બેનર લગાવ્યા છે. પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધા ન મળતા રોષે ભરાયેલા લોકોએ સમસ્યા હલ ન થાય તો મતદાન ન કરવાનો નિર્ણય કર્યો છે. એક તરફ જિલ્લા વહિવટી તંત્ર મતદાનની ટકાવારી 63 ટકાથી વધારીને 82 ટકા કરવાનું લક્ષ્યાંક ધરાવે છે. બીજી તરફ પ્રાથમિક સુવિધા ન મળતા લોકો મતદાનનો બહિષ્કાર કરવા માંગે છે. પરિણામે જિલ્લા વહિવટી તંત્રના લક્ષ્યાંક પર પાણી ફરી વળે તેવી આશંકા ઉભી થઇ રહી છે.સ્થાનિક લોકોએ બેનરમાંલગાવ્યા કે, ગંગાનગર સોસાયટીમાં પાણીની લાઇન નંખાઇ ત્યારથી પાણી નિયમીત મળતું નથી. ક્યારેક 4 તો ક્યારેક 5 દિવસે પાણી વિતરણ થાય છે. વળી, એકતો ઓછું પાણી આવે છે અને બીજું પુરતા ફોર્સથી પાણી આવતું નથી. ત્યારે જો અમારી સોસાયટીના પાણીનો પ્રશ્ન હલ નહિ થાય તો ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરીશું તેવા બેનર સાથે વિરોધ દર્શવાયો હતો.
જૂનાગઢ જોશીપુરામાં મતદાન બહિષ્કારના બેનરો લાગ્યા
