લોકશાહી આપણાથી વોટ કરો ગર્વથી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.02
- Advertisement -
જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના વિવિધ ગામોમાં મતદાન જાગૃતિ રેલી યોજાઇ હતી. સમગ્ર રાજ્યની સાથે જૂનાગઢ જિલ્લામાં પણ તા.7મેના રોજ મતદાન થનાર છે. ત્યારે ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે મતદારોને જાગૃત કરવા માટે ખાસ મતદાન જાગૃતિ અભિયાન યોજવામાં આવી રહ્યું છે.
માંગરોળ તાલુકાના કાંકસા, સુલતાનપુર, ચાખવા ગામે તાલુકા હેલ્થ ઓફિસના કર્મયોગીઓ દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ મતદાન જાગૃતિ રેલી યોજી હતી. આ રેલીમાં શાળાના બાળકો ઉત્સાહભેર જોડાયા હતા. અને મતદાન જાગૃતિ અંગેના સંદેશો ગ્રામજનોને આપ્યો હતો.