લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડને લઈને મોટો નિર્ણય સંભળાવ્યો છે. SC એ ઇલેક્ટોરલ બોન્ડને ગેરકાયદેસર જાહેર કર્યા છે અને તેના પર પ્રતિબંધ મૂક્યો છે.
લોકસભાની ચૂંટણી પહેલા ઇલેક્ટરોલ બોન્ડ્સને લઈને સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. SCએ ગુરુવારે ચૂંટણી બોન્ડ યોજનાની માન્યતાને પડકારતી અરજીઓ પર પોતાનો ચુકાદો આપતા ઈલેક્ટોરલ બોન્ડને ગેરકાયદેસર જાહેર કર્યા છે
- Advertisement -
કોર્ટે કહ્યું છે કે ચૂંટણી બોન્ડ માહિતીના અધિકારનું ઉલ્લંઘન છે. મતદારોને પક્ષોના ભંડોળ વિશે જાણવાનો અધિકાર છે અને બોન્ડ ખરીદનારાઓની યાદી જાહેર કરવામાં આવે.
Breaking: #SupremeCourt #ElectoralBonds pic.twitter.com/hOHyXyI1gW
— Live Law (@LiveLawIndia) February 15, 2024
- Advertisement -
ચૂંટણી વર્ષમાં ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમને ગેરબંધારણીય જાહેર કરતી સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર માટે મોટો ઝટકો છે. આ વિશે કોર્ટે કહ્યું કે, “કાળા નાણા પર અંકુશ લગાવવાના હેતુથી માહિતીના અધિકારનું ઉલ્લંઘન વાજબી નથી. ચૂંટણી બોન્ડ યોજના માહિતીના અધિકાર અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનું ઉલ્લંઘન છે. રાજકીય પક્ષો દ્વારા ભંડોળની માહિતી જાહેર ન કરવી એ કાયદાની વિરુદ્ધ છે.
5 જજોની બેન્ચે મોટો નિર્ણય આપતા કહ્યું કે દેશના નાગરિકોને એ જાણવાનો અધિકાર છે કે સરકારના પૈસા ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે. આ ચૂંટણી બોન્ડ RTI અને કલમ 19(1)(A)નું ઉલ્લંઘન છે. જાણીતું છે કે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેંચે ગયા વર્ષે 2 નવેમ્બરે આ કેસમાં પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.