કેરળ સરકારે SIR રોકવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી: 12 રાજ્યોમાં 50.11 કરોડ ફોર્મનું વિતરણ કરાયું
કોંગ્રેસ આજે 12 રાજ્યોના પાર્ટી પ્રમુખો સાથે બેઠક કરશે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
પશ્ર્ચિમ બંગાળ બાદ કેરળ અને તમિલનાડુમાં ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) સામે વિરોધ વધી રહ્યો છે. તમિલનાડુમાં, ઇકઘ સાથે તહસીલદાર સ્તર સુધીના અધિકારીઓએ મંગળવારથી બહિષ્કારની જાહેરાત કરી છે.
તમિલનાડુ મહેસૂલ કર્મચારી યુનિયનોએ જણાવ્યું હતું કે તેઓ કામનો ભાર, માણસોની કમી, સમય મર્યાદાના દબાણ અને અધુરી ટ્રેનિંગ અને વેતન સામે વિરોધ પ્રદર્શન કરશે.
આ દરમિયાન, કેરળ સરકારે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ પૂર્ણ થાય ત્યાં સુધી SIR મુલતવી રાખવાની માંગ સાથે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. રાજ્યની દલીલ છે કે સ્થાનિક ચૂંટણીઓ સાથે SIRનું એકસાથે આયોજન કરવું મુશ્ર્કેલ છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં અત્યાર સુધીમાં 50.11 કરોડ ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે. ફોર્મ 98.32% મતદારો સુધી પહોંચી ગયા છે.
ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML)એ કેરળમાં ચાલી રહેલી SIR પ્રક્રિયાને રોકવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે, જેમાં દલીલ કરવામાં આવી છે કે જઈંછ અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ એકસાથે યોજાઈ શકે નહીં. અરજીમાં જણાવાયું છે કે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ 9 અને 11 ડિસેમ્બરના રોજ બે તબક્કામાં યોજાવાની છે, જ્યારે SIR ડ્રાફ્ટ 4 ડિસેમ્બરના રોજ પ્રકાશિત થવાનો છે. આનાથી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી પ્રક્રિયા પર અસર પડશે.
- Advertisement -
બિહાર ચૂંટણીમાં કારમી હાર અને વોટ ચોરીના આરોપો વચ્ચે, કોંગ્રેસ આજે 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રભારીઓ, રાજ્ય એકમના વડાઓ, કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતાઓ અને સચિવોની સમીક્ષા બેઠક યોજશે જ્યાં મતદાર યાદીઓનું ખાસ સઘન સમીક્ષા ચાલી રહી છે.



