ઉપરકોટ કિલ્લા, સક્કરબાગ ઝૂ અને ડોક્ટરના સ્પ્રિસ્ક્રિપ્સનમાં સિક્કા લગાવાયા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.30
- Advertisement -
જૂનાગઢ લોકસભા બેઠક માટે તા.7મી મે ના રોજ મતદાન થનાર છે, ત્યારે મતદાન માટે એક વ્યાપક જનજાગૃતિ ઊભી થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, તેના ભાગરૂપે ઉપરકોટ કિલ્લાની પ્રવેશ ટિકિટ અને લોકર માટેની ફી ની રસીદ પર પણ ’મતદાન જરૂર કરીએ’ ના સંદેશ સાથેનો સ્ટેમ્પ લગાવવામાં આવી રહ્યો છે, ઉપરાંત સક્કરબાગ ઝૂની પ્રવેશ ટિકિટ પર પણ આ રીતે સ્ટેમ્પ દ્વારા સંદેશ આપવામાં આવી રહ્યો છે. આમ, ઉપરકોટ કિલ્લાની અને સક્કરબાગ ઝૂની મુલાકાતે આવનાર પર્યટકોને પણ મતદાન કરવા માટે પ્રેરણા મળશે.
સ્વીપ નોડલ અને જિલ્લા શિક્ષણ અધિકારી લતાબેન ઉપાધ્યાયે જૂનગાઢ જિલ્લાના ડોકટર એસોસિએશનના પ્રમુખ ડો.શૈલેષ એચ.બારમેડાને મતદાન જાગૃતિનો સંદેશો લોકો સુધી પહોંચે તે માટે લોકસભા મતદાનની તારીખ અને ‘મતદાન જરૂર કરીએ’ દર્શાવતો સિક્કો અર્પિત કર્યો હતો. આમ, આ સિક્કો ડો. બારમેડાના સ્પ્રિસ્ક્રિપ્સન પર લગાવવામાં આવશે. જેથી મતદાન જાગૃતિના સંદેશનો વ્યાપ વધશે. આ પ્રસંગે ડો.બારમેડાએ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેટર અનિલકુમાર રાણાવસિયાના મતદાન જાગૃતિ માટેના અભિગમની સરાહના કરી હતી. તેમણે રક્તદાન, ચક્ષુદાન, અંગદાન સાથે મતદાન પણ મહાદાન છે. તેમ જણાવતા આ અભિયાનમાં સહભાગી થવા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો.