ટ્રમ્પ પ્રમુખપદે આવશે તો રામાસ્વામી ઉપપ્રમુખ બનશે: કાનુની યુદ્ધમાં તેઓ ટ્રમ્પના સમર્થક
ખાસ-ખબર સંવાદદાતા
અમેરિકાના રાષ્ટ્રપતિ પદની ચૂંટણી અંગે રીપબ્લિકન પાર્ટીમાં યોજાયેલી ચર્ચા દરમ્યન સૌની જીભ ઉપર એક નામ હતું – વિવેક રામાસ્વામી. હવે તો ટ્રમ્પના સમર્થકો પણ તેમનો જયઘોષ કરે છે. ભારતીય મૂળના વિવેક રામાસ્વામી અંગે મોટા ભાગના રિપબ્લિક્ધસ માને છે કે, ટ્રમ્પની ગેરહાજરીમાં વિવેક રામાસ્વામીથી અન્ય કોઈ સારું કામ કરી શકે તેમ છે. તેઓ અન્ય ઉમેદવારોથી જુદા જ પ્રકારના અને વધુ સારા ઉમેદવાર છે તેમણે પહેલેથી જ ચર્ચા દરમિયાન તેમના પ્રતિસ્પર્ધીઓને પાછળ રાખી દીધા છે.
ફ્લોરિડાના ગવર્નર રોન ડીસેંટીસ જેવા રાજકીય નતા પણ રામાસ્વાી સામે ફીક્કા લાગે છે. ખુદ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ઘણીવાર તેઓની પ્રશંસા કરી ચૂક્યા છે. હવે તો ટ્રમ્પના સમર્થકો પણ રામાસ્વામીને જયજયકાર કરે છે તેઓની દ્રષ્ટિએ રામાસ્વામી ટ્રમ્પના સહયોગી ઉપરાષ્ટ્રપતિપદ માટે ફીટ બેસે છે.
રીપબ્લિકન પાર્ટીની 2024ની પ્રમુખપદની ચૂંટણીના ઉમેદવારપદ માટેની સ્પર્ધા ચાલી રહી છે તે સંયોગોમાં રાષ્ટ્રપતિ-ટીમના પક્ષના સભ્યો માને છે કે, વ્યવસાયી તેવા વિવેક રામાસ્વામીની વકતૃત્વ શક્તિ તેઓનું સૌથી મોટું શસ્ત્ર છે. બુધવારે યોજાયેલી ચર્ચા દરમિયાન તેઓએ તેમના તમામ પ્રતિસ્પર્ધીઓને પરાસ્ત કરી દીધા હતા. 504 લોકોમાંથી તેમને 28% મત મળ્યા. અન્યોને તો તેથી ઓછા મળ્યા. રામાસ્વામીએ ચર્ચામાં ઉઠાવેલા મુદ્દાઓ લોકોને સૌથી વધુ પસંદ પડયા. નામ ન આપવાની શરતે એક રીપબ્લિકન સભ્યે તો ત્યાં સુધી કહ્યું હતું કે, ટ્રમ્પના સહયોગી તેવા આ રામાસ્વામીને ફ્લોરિડાના ગવર્નર રોન ડેસેન્ટિસ દ્વારા પણ આડકતરું સમર્થન મળી રહ્યું હોય તેવું લાગે છે. ડીસેન્ટીસનું ચૂંટણી અભિયાન હવે લડથતી લાગ્યું છે. જો કે, ડીસેન્ટીસની ટીમ તો એમ જ કહે છે કે, તેઓ તેમનું કાર્ય બરાબર કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર ચાલી રહેલી કાનુની કાર્યવાહી દરમિયાન પહેલેથી જ આજ સુધી રામાસ્વામી સતત ટ્રમ્પના પક્ષમાં અને સમર્થક રહ્યા છે તેથી જો ડોનાલ્ડ ટ્રમ્પ વિજયી થશે તો રામાસ્વામીને તેઓ ઉપપ્રમુખપદે રાખશે જ. રીપબ્લિકન પાર્ટીના અન્ય તમામ ઉમેદવારોમાં રામાસ્વામી ટ્રમ્પ પછીના સૌથી અમીર છે. ન્યૂયોર્ક પોસ્ટના જણાવ્યા પ્રમાણે ટ્રમ્પની વર્તમાન સંપત્તિ 2 બિલિયન ડોલર છે જ્યારે રામાસ્વામીની કુલ સંપત્તિ 950 મીલીયન ડોલર છે તેઓ હાવર્ડ યુનિવર્સિટીની જીવ- વિજ્ઞાાનની ડિગ્રી ધરાવે છે તથા યેલ યુનિવર્સિટીની કાનુની ડિગ્રી પણ ધરાવે છે.
રામાસ્વામીએ 29 વર્ષની વયે જ 2014માં એક જૈવ પ્રૌદ્યોગિકી રોઇવંત સાયન્સીઝની સ્થાપના કરી હતી જેઓ એવી દવાઓ બનાવે છે કે જે પ્રત્યે ઘણાનું ધ્યાન જ નથી ગયું.