જૂનાગઢ શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ છેલ્લા 32 વર્ષથી પ્રમુખ તરીકે ધીરુભાઈ ગોહેલએ સમાજની તન, મન અને ધનથી સેવા કરી હતી તેમના કાર્યકાળ દરમિયાન સમાજની ખૂબ જ પ્રગતિ થયેલ. ધીરુભાઈ ગોહેલનું તા.20-12-2023ના રોજ અવસાન થતા સમાજના પ્રમુખ તરીકે જ્ઞાતિની મળેલ મિટિંગમાં સર્વાનુમતે વિવેક ધીરુભાઈ ગોહેલની વરર્ણી કરવામાં આવેલ તેમજ વજુભાઈ એન.કાચા, રસિકભાઈ એલ. મોરવાડિયા તથા હરિભાઈ એમ.મોરવાડિયાની ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકેની નિમણૂક કરવામાં આવી હતી. આ તકે જ્ઞાતિના ટ્રસ્ટીશ્રી અને ઉપપ્રમુખ પ્રકાશભાઈ ચૌહાણએ વિવેકભાઈ ગોહેલનો પ્રમુખ તરીકે પ્રસ્તાવ મુકેલ અને સમાજના સિનિયર ટ્રસ્ટી એન.એમ. મારૂએ અનુમોદન આપેલ વિવેકભાઈ ગોહેલ યુવાન અને ઉત્સાહી છે વર્ષોથી સામાજિક, વ્યવહારિક અને રાજકીય રીતે ધીરુભાઈ ગોહેલની સાથે જોડાઈ રહ્યા છે. યુવા બિલ્ડર અને શ્યામ યુવા સંગઠનના સ્થાપક છે અને છેલ્લા વર્ષોમાં સમાજ માટે ભવયાતીભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરે છે તેમજ સામાજિક, ધાર્મિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે અને સમાજ માટે સમાજના વિકાસ માટે ઘણું બધું કરવાની નેમ છે.
જૂનાગઢ ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના પ્રમુખ પદે વિવેક ધીરુભાઈ ગોહેલની વરણી
You Might Also Like
Follow US
Find US on Social Medias