રામઘાટ, ખાખરેચી દરવાજા અને મકરાણીવાસના ૠટઙ પોઈન્ટની ચકાસણી: વિવિધ વિસ્તારોમાં ખાસ સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.8
- Advertisement -
મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર દ્વારા ક્લસ્ટર નં. 6ની મુલાકાત લઈને સ્વચ્છતા કામગીરીની ચકાસણી કરવામાં આવી હતી. ડેપ્યુટી કમિશનરે ક્લસ્ટર નં. 6ના કામદારોની હાજરી ચકાસી હતી, તેમજ રામઘાટ, ખાખરેચી દરવાજો તથા મકરાણીવાસ ખાતે આવેલા ૠટઙ (ૠફબિફલય ટીહક્ષયફિબહય ઙજ્ઞશક્ષિ)ં પોઈન્ટની પણ વિઝીટ કરી હતી. આ ઉપરાંત, શહેરમાં ચાલી રહેલી ડોર ટુ ડોર કચરા કલેક્શનની કામગીરીનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. બીજી તરફ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા અઠવાડિક ખાસ સફાઈ ઝુંબેશ અંતર્ગત તા. 02/12/2025 ના રોજ શહેરના અનેક વિસ્તારોમાં સફાઈ હાથ ધરવામાં આવી હતી.
જેમાં રામ શ્યામ નગરથી મારુતિ સોસાયટી, નવલખી ફાટકથી રણછોડનગર નાકા સુધી, જંગલેશ્વર મહાદેવ મંદિરથી ભડીયાદ ગ્રામ પંચાયત, ગાંધી સોસાયટી મેઈન રોડ, સબ જેલ ચોક, અવની રોડ, શનાળા બાયપાસ રોડ તથા જઙ રોડ ખાતે સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરીને સ્વચ્છતા જાળવવાની કવાયત કરવામાં આવી હતી.



