-21મી સદી ભારતની હશે, ગુજરાતનુ મોટુ યોગદાન: નિર્મલા સિતારામન
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશનાં અમૃતકાળમાં વિકસીત ભારત @2047નાં આપેલાં સંકલ્પને સાકાર કરવા ગુજરાતે વિકસીત ગુજરાત @2047નો બહુઆયામી વિઝન ડોક્યુમેન્ટ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનાં પ્રથમ દિવસે લોંચ કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં નેતૃત્વ અને નીતિ આયોગનાં માર્ગદર્શનમાં આ પ્રકારનું પોતાનું આગવું વિઝન ડોક્યુમેન્ટ લોંચ કરનારૂં દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે.
- Advertisement -
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સિતારામન, નીતિ આયોગનાં સી.ઇ.ઓ. સુબ્રમણ્યમ તેમજ વડપ્રધાનનાં અગ્રસચિવ ડો.પી.કે મિશ્રાની ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર ખાતે યોજાયેલા સેમિનારમાં આ ડોક્યુમેન્ટ લોંચ કરતાં વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ વિઝન ડોક્યુમેન્ટને સાકાર કરવા ગુજરાત સરકાર સપૂર્ણ પ્રતિબદ્ધ છે.
તેમણે આ સંદર્ભમાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં નેતૃત્વમાં ગુજરાતે વાઇબ્રન્ટ સમિટ સહિત પાછલાં બે દશકમાં વિકાસનાં અનેક નવા આયામો પ્રસ્થાપિત કર્યાં છે અને દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. સ્ટાર્ટ અપ રેન્કીંગમાં ગુજરાત બેસ્ટ પર્ફોર્મર છે એટલું જ નહીં સૌથી વધુ કાર્ગો હેન્ડલીંગ કરતું રાજ્ય હોવા સાથે દેશનાં ઇન્ડસ્ટ્રીયલ આઉટમાં 15 ટકા અને એક્સપોર્ટમાં 33 ટકા યોગદાન આપે છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાનએ હવે દેશનાં અમૃતકાળ 2047 સુધીમાં ભારતને વિકસીત રાષ્ટ્ર બનાવવાની નેમ રાખી છે તેમાં ગુજરાતે વિકસીત ગુજરાત 2047 વિઝન ડોક્યુમેન્ટનાં આ લોચિંગથી અગ્રેસર રહેવાની પરંપરા જાળવી છે. મુખ્યમંત્રીએ ગુજરાતે વિકસીત ભારત 2047માટે વિકસીત ગુજરાતની જે સંકલ્પના આપી છે તેની ભૂમિકા આપતાં જણાવ્યું કે, ગુજરાતે જી.એસ.ડી.પી. 2047 સુધીમાં 3.5 ટ્રીલિયન યુ.એસ. ડોલર સુધી લઈ જવાનો લક્ષ્યાંક નિર્ધારીત કર્યો છે. દેશની કુલ જનસંખ્યાનાં પાંચ ટકા વસ્તી ધરાવતું ગુજરાત અત્યારે દેશની જી.ડી.પી.માં સાડા આઠ ટકાનું યોગદાન આપે છે.
ગુજરાતમાં ‘પીએમ ગતિશક્તિ’ની યાત્રા વિભિન્ન વિભાગોના ઈન્ફ્રાસ્ટ્રક્ચર એસ્સેટ મેપિંગ સાથે શરૂ થઈ. ફિઝિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનિંગ અને સોશ્યલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના આમૂલ પરિવર્તન દ્વારા આ યાત્રાને નવો આયામ મળ્યો. હવે, ગુજરાત ‘પીએમ ગતિશક્તિ’ અંતર્ગત એક કદમ આગળ વધીને એરિયા ડેવલપમેન્ટ… pic.twitter.com/G9zO4Xniid
- Advertisement -
— Bhupendra Patel (@Bhupendrapbjp) January 10, 2024
રાજ્યની માથાદીઠ વાર્ષિક આવક 2047 સુધીમાં 38થી 43 હજાર યુ.એસ. ડોલર લઈ જવાનો લક્ષ્યાંક ગુજરાતે રાખ્યો છે તથા રોજગારી સર્જનમાં નારીશક્તિની હાલની 42 ટકા ભાગીદારીને 2047 સુધીમાં 75 ટકાએ લઇ જવાની નેમ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગ્રીન ક્લીન એન્વાયરમેન્ટ માટે તથા ફોસિલ ફ્યૂઅલ પરનું ભારણ ઘટાડવા 2070 સુધીમાં દેશમાં નેટ ઝીરો એમિશનનો લક્ષ્ય સિદ્ધ કરવાનો સંકલ્પ કર્યો છે. ગુજરાત આ સંકલ્પમાં અગ્રેસર રહીને 2047 સુધીમાં નેટ ઝીરો એમિશન રાજ્ય બનવાનાં લક્ષ્ય સાથે કાર્યરત છે તેની ભૂમિકા મુખ્યમંત્રીએ આપી હતી.
મુખ્યમંત્રીએ કહ્યું કે વિકસીત ગુજરાત 2047 વિઝન ડોક્યુમેન્ટ વિવિધ સ્ટેક હોલ્ડર્સ, થીંકર્સ અને પોલિસી મેકર્સ સાથે ચર્ચા કરીને તૈયાર કરવામાં આવ્યો છે અને રાજ્ય સરકારને નીતિઓ અને કાર્યક્રમો ઘડવામાં આ ડોક્યુમેન્ટ સહાયક બનશે આ અવસરે કેન્દ્રીય નાણાંમત્રી નિર્મલા સિતારામનએ કહ્યું કે ગુજરાત દેશનું ગ્રોથ એન્જીન છે અને ગુજરાતનો રોલ હંમેશા પાયોનિયર રહ્યા છે. તેમણે નીતિ આયોગનાં દેશની નીતિ ઘડતરમાં મહત્વનો રોલ છે તેમ જણાવતા કહ્યું કે નીતિ આયોગ કો-ઓપરેટીવ અને કોલોબરેટીવ ફેડરલીઝમને મજબૂત બનાવે છે અને વર્ષ 2014 પછી દેશમાં નીતિ ઘડતરમાં મહત્વનો ભાગ ભજવ્યો છે.
કેન્દ્રીય નાણાંમંત્રીએ વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાનનાં નેતૃત્વમાં 21 મી સદી એ ભારતની સદી છે અને અમૃતકાળનાં પંચ પ્રાણ તત્વ પૈકી એક મહત્વનું પ્રાણ તત્વ વિકસીત ભારત છે. વિકસિત ભારત @2047 ના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે ગુજરાત અગ્રણી અને શક્તિશાળી એન્જિનની ભૂમિકા અદા કરશે. 21 મી સદી આપણી સદી હશે, તેવું આત્મવિશ્વાસ સાથે દેશના વડાપ્રધાન માની રહ્યા છે, તેવું કહી કેન્દ્રીય નાણામંત્રીએ ઉમેર્યું હતું કે, નજીકના ભવિષ્યમાં ભારત દેશની અર્થવ્યવસ્થા વિશ્વની ત્રીજા નંબરની સૌથી મોટી અર્થ વ્યવસ્થા સુધી પહોંચવા સક્ષમ બની રહેશે કારણ કે ભારતના લોકોએ કોવિડ પછી પડકારોનો સામનો કર્યો છે અને મજબૂત પાયા ઉપર આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધી રહ્યો છે. તેમણે દેશની જીડીપી પાંચ ટ્રીલીયન ડોલરને પાર કરી જશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. તેમણે વિકસિત ભારતના નિર્માણ માટેના પાંચ મુખ્ય આધારોની વિસ્તૃત વાત કરીને જણાવ્યું હતું કે, દેશનું કુલ ગ્રોસ વેલ્યુ એડિશન જેમાં 19 ટકા ગુજરાતમાંથી આવે છે ગુજરાત ઝડપથી આગળ વધી રહેલું એક રાજ્ય છે અને 12% સી.એ.જી.આર વધી રહ્યો છે.