ગોંડલ રોડ પર માલવિયા કોલેજની સામેના વિશાળ મેદાનમાં રાસોત્સવ યોજાશે
બેસ્ટ પ્રિન્સ અને બેસ્ટ પ્રિન્સેસ, વેલ ડ્રેસ જેવા અનેક કેટેગરમાં ઇનામો અપાશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.19
ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ દ્વારા વિશ્વકર્મા અર્વાચીન રાસોત્સવનું આયોજન કરાયુ છે. આ રાસોત્સવ ગોંડલ રોડ પર માલવિયા કોલેજની સામેના વિશાળ મેદાનમાં યોજાશે. એક લાખ ચાલીસ હજાર સ્ક્વેર ફુટના ગ્રાઉન્ડમાં 2500 થી વધુ ખેલૈયા રમી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. નવરાત્રિ દરમિયાન રોજ બહેનો, ભાઈઓ, નાની બાળાઓ અને કુમારોની અલગ અલગ કેટેગરીમાંથી સારું રમતા ખલૈયાઓને જજ દ્વારા પસંદ કરી બેસ્ટ પ્રિન્સ અને બેસ્ટ પ્રિન્સેસ, વેલ ડ્રેસ જેવા અનેક ઇનામો દાતાઓના સહયોગથી આપવામાં આવશે. વિશ્વકર્મા અર્વાચીન રાસોત્સવમાં એક લાખ વોટની સાઉન્ડ સીસ્ટમ, સીસીટીવી કેમેરા તથા બાઉન્સર સિક્યોરીટી, ફાયરસેફટી સાથે સજ્જ સુપ્રસિધ્ધ નામાંકિત ગાયક કલાકાર મૌલિક ગજ્જર, દિપ્તી ગજ્જર, લોકગાયક ચંદ્રેશ ગજ્જર, ડોલી નકુમ, કો.સિંગર અમી ખત્રી અને મ્યુજિક અરેંજમેન્ટ દીપક ચાવડા, વિનીત છાનિયારા સાથે મ્યુઝીકલ ગૃપના સુરિલા સ્વરમાં ખેલૈયાઓને ડોલાવશે તેમજ ઓરકેસ્ટ્રામાં જીલ પરમાર, ફાઈવ સ્ટાર સાઉન્ડના સથવારે ધૂમ મચાવી ખેલૈયાઓને જોમ પૂરું પડશે, તેમજ એન્કર તરીકે નિતિન બદ્રકીયા અને મનીષા સાંકડેચા કો.એન્કરીંગ કરી હળવી શૈલીમાં ખૈલેયાની સાથે દર્શકોને મોજ કરાવશે. ગુર્જર સુતાર જ્ઞાતિનાં ખેલૈયાઓ માટેનું વિશેષ અને આગવું આયોજન જ્ઞાતિ પ્રમુખ રસિકભાઈ બદ્રકિયા, ઉપપ્રમુખ હર્ષદભાઈ બકરાણીયા, મંત્રી પ્રદિપભાઈ કરગથરા, ખજાનચી મીતેશભાઇ ધ્રાંગધરિયા, અધ્યક્ષ મુકેશભાઈ વડગામા, ઉપાધ્યક્ષ જગદીશભાઈ સોંડાગર તેમજ જ્ઞાતીના આગેવાનોની આગેવાની હેઠળ કમિટીના સભ્યોએ છેલ્લા બે માસની મહેનત દ્વારા રાસોત્સવને સફળ બનાવવા માટે મહેનત કરી રહ્યા છે જેમાં જુદી જુદી 8 સમિતિની રચના કરી છે અને 200થી વધુ કાર્યકરો દ્વારા સેવા આપવા જોડાયા છે. અર્વાચીન રાસોત્સવમાં સીઝન પાસ સાથે ડેઈલી પાસની પણ વ્યવસ્થા રાખી છે, તેમજ જ્ઞાતિજનોને આ રાસ નિહાળવા માટે ફ્રિ એન્ટ્રી પાસ રાખવામાં આવ્યા છે. આ પાસ વિશ્વકર્મા પ્રભુજી મંદિર દિવાનપરા રાજકોટ ઉપરાંત રાસોત્સવના સ્થળ પરથી દરરોજ જ્ઞાતિજનોને આપવામાં આવશે. તમામ જ્ઞાતિજનોને આ રાસોત્સવ જોવા માટે ફ્રી એન્ટ્રી આપવામાં આવશે. આ રાસોત્સવનું દસ દિવસ સુધી ગુર્જર સુતાર જ્ઞાતિની યુ ટ્યુબ ચેનલ પર લાઇવ પ્રસારણ કરવામાં આવશે. વિશ્વકર્મા અર્વાચીન રાસોત્સવમાં રાજકોટના રાજકીય નેતાઓ, શહેર ભાજપના હોદ્દેદારો, તમામ કોર્પોરેટરો અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહેશે. ખેલૈયાઓના સ્વાસ્થ્ય અંગે તાત્કાલીક સારવાર માટે રાસોત્સવના સ્થળે દસ દિવસ એમ્બ્યુલન્સ અને જ્ઞાતિના ડોકટર્સની ટીમ પણ સ્થળ પર હાજર રહશે. મેડીકલ ઈમરજન્સી ઉભી થાય ત્યારે પ્રાથમિક સારવારના તમામ સાધનો સાથે ડો.અમિત ખંભાયતા, ડો. હિતેષ ચંદવાણીયા, ડો. દેવેન સંચાણીયા, ડો. આશિષ ખંભાયતા, ડો. અમિત ઉછડિયા, ડો. પૂનમ ઉછડિયા વિગેરે ડોકટર્સ સાથે મુકેશભાઈ પંચાસરા પોતાની સેવા આપશે અને આ ઉપરાંત દરરોજ જ્ઞાતિના ઘણા ડોક્ટર્સ હાજર રહેશે.