મેયર બંગલો ખાતે 15 ક્ષેત્રની મહિલાઓનું બહુમાન: શ્રુતિબેન દેશપાંડેએ મહાનુભાવોના ઘડતરમાં માતાના યોગદાન પર ભાર મૂક્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
વિશ્વ માંગલ્ય સભા રાજકોટ મહાનગર દ્વારા તા. 5 નવેમ્બર, 2025ના રોજ મેયર બંગલો ખાતે ’નારી સન્માન સમારોહ’નું આયોજન કરાયું હતું. મેયર નયનાબેન પેઢડિયાની ઉપસ્થિતિમાં બિઝનેસ, સેવા, સાહિત્ય, શિક્ષણ, યોગ સહિત 15 વિવિધ ક્ષેત્રોની કુલ 30 નારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના મુખ્ય વક્તા શ્રુતિબેન દેશપાંડેએ મહાનુભાવોના ઘડતરમાં માતાના ફાળાને મહત્વનો ગણાવ્યો હતો અને તેવી માતાઓ તૈયાર કરવા આહ્વાન કર્યું હતું. વિશ્વ માંગલ્ય સભાનું કેન્દ્રબિંદુ ’માતા’ છે અને તેનો ધ્યેય દરેક સ્ત્રીમાં માતૃત્વની ભાવના જાગૃત કરીને સમાજ અને રાષ્ટ્રનું ઉત્થાન કરવાનો છે, જેથી ભારતીય સંસ્કૃતિના ’વસુધેવ કુટુંબકમ્’ના ખ્યાલને સાકાર કરી શકાય.



