સાબરકાંઠા જીલ્લામાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે. આ વાયરસના કારણે અત્યાર સુધી 5 બાળકોનાં મોત નિપજ્યા છે. જ્યારે આઠ બાળકો હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
છેલ્લા ઘણા સમયથી સાબરકાંઠા જીલ્લામાં ચાંદીપુરા વાયરસને લઈ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સાબરકાંઠા જીલ્લામાં ચાંદીપુરા વાયરસનો વધુ એક કેસ પ્રકાશમાં આવ્યો છે. ત્યારે વડાલીનાં નવા ચામુંમાં શ્રમિક પરિવારની બાળકીમાં ચાંદીપુરા વાયરસનાં લક્ષણો જોવા મળતા પરિવારજનો ચિંતાતુર બની જવા પામ્યા હતા.
- Advertisement -
વધુ એક કેસ પ્રકાશમાં આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું
ત્યારે હાલ બાળકીને હિંમતનગર હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસથી 5 બાળકોનાં મોત નિપજ્યા છે. જ્યારે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં 4 બાળકો સારવાર હેઠળ વધુ એક કેસ પ્રકાશમાં આવતા આરોગ્ય તંત્ર દોડતું થઈ જવા પામ્યું હતું.
વાયરસને પગલે ગુજરાતમાં યુદ્ધનાં ધોરણે સર્વે શરૂ
- Advertisement -
ચાંદીપુરા વાયરસનાં લક્ષણો બાબતે તબીબે જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગ દ્વારા બાળકોનાં પરિવારજનોનાં સેમ્પલ લઈ તેને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. હાલ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં કુલ 6 સંક્રમિત બાળકો દાખલ છે. જેમાંથી ખેડબ્રહ્માનાં એક બાળકનું મોત થયું છે. જ્યારે અરવલ્લી જીલ્લાનાં ભિલોરાનાં બે બાળકોનાં મોત થયા છે. તેમજ અત્યા સુધી કુલ પાંચ બાળકોનાં સેમ્પલ લઈ પુણેની લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા વાયરસને પગલે ગુજરાતમાં યુદ્ધનાં ધોરણે સર્વે શરૂ કરવામાં આવ્યો છે.
1965 માં આ વાયરસનો પ્રથમ કેસ ક્યાં જોવા મળ્યો હતો
ચાંદીપુરા વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. તેને ફેલાતો રોકવા માટે આરોગ્ય વિભાગ દ્વારા સર્વે શરૂ કરી દીધો છે. વર્ષ 1965 માં વાયરસનો પ્રથમ કેસ મહારાષ્ટ્ર રાજ્યનાં નાગપુરમાં જોવા મળ્યો હતો. તેમજ આદિવાસી વિસ્તારમાં આ વાયરસનાં કેસો જોવા મળી રહ્યા છે.
ચાંદીપુરા વાયરસનાં લક્ષણો
ચાંદીપુરા વાયરસનાં કેસોમાં દર્દીઓને તાવ આવે, ઉલ્ટી થાય, શ્વાસ લેવામાં તકલીફ પડે તેમજ મગજનો તાવ જેવા લક્ષણો દેખાય છે. પ્રાથમિક તબક્કે આ રોગની ઓળખ કરવી મુશ્કેલ છે. ત્યારે ચાંદીપુરા વાયરસ મોટાભાગે 10 વર્ષથી ઓછી વયનાં બાળકોમાં જોવા મળે છે. આ વાયરસ ખૂબ જ જીવલેણ છે. તેમજ આ વાયરસથી સંક્રમિત થયેલ વ્યક્તિને તાત્કાલીક સારવાલ મળવી જરૂરી છે.
આ વાયરસ કઈ રીતે ફેલાય છે?
ચાંદીપુરા વાયરસ આરએનએ વાયરસ છે. આ વાયરસ માદા ફ્લેબોટોમાઈન ફ્લાયથી ફેલાય છે. મચ્છરોમાં એડીસ મચ્છર તેના માટે જવાબદાર છે. તેજ તેનો મૃત્યુદર પણ સૌથી વધુ છે.
આ વાયરસથી બચવા શું કરવું.
ગુજરાતમાં 14 વર્ષ પહેલા ચાંદીપુરા વાયરસે 14 લોકોનો જીવ લીધો હતો. આ વાઈરસનાં કારણે તાવ આવે છે. આ વાઈરસ ગામડામાં લીંપણમાં રહેતી માખીને કારણે ફેલાય છે. ત્યારે જે લોકોનાં ઘરમાં લીંપણ હોય તે લોકોએ તેમનાં ઘરમાં લીંપણને ઉખાડી દેવું જોઈએ તેમજ આ માખીનો નાશ કરવો.