શૌર્યયાત્રા દરમિયાન સમગ્ર રૂટ પર કેસરિયા માહોલ છવાયો, પ્રમુખ સહદેવસિંહ ડોડિયાનું સન્માન કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના યુવાનો તથા સર્વે હિન્દૂ સમાજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના તથા શ્રી ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા આયોજિત મહારાણા પ્રતાપજીની 482મી જન્મજયંતી નિમિત્તે શૌર્યયાત્રા નીકળી હતી. ગુરુવારના રોજ રાજકોટ ખાતે હિંદવા સૂરજ ક્ષત્રિય કુળભૂષણ વીર શિરોમણી સમ્રાટ શ્રી મહારાણા પ્રતાપસિંહજી ની 482 મી જન્મ જયંતિ નિમિતે રાજકોટ ખાતે. શ્રી સહદેવસિંહ ડોડીયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી શૌર્યયાત્રામાં સમગ્ર રૂટમાં કેસરિયા માહોલ છવાયો હતો. રૂટમાં વિવિધ સમાજ તથા સંગઠન શ્રી બડા બજરંગ ગ્રુપ,શ્રી દલિત સમાજ, શ્રી ઓડ સમાજ, સહદેવસિંહ ડોડીયા એસ.ડી.ગ્રુપ, શ્રી પંચનાથ મહાદેવ મંદિર દ્વારા શૌર્યયાત્રા નુ સ્વાગત સન્માન કરાયું હતું.
સમગ્ર કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ક્ષત્રિય સમાજ ના યુવાનો તથા સર્વે હિન્દૂ સમાજ વડીલો યુવાનો, બહેનો તથા રાજકીય પાર્ટી તથા સામાજિક સંગઠનો ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં શ્રી ત્રિમૂર્તિ બાલાજી હનુમાન સંત દિનેશબાપુ , ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ,ગુજરાત રાજ્યના મંત્રી અરવિંદભાઈ રૈયાણી,શહેર ભા.જ.પ. પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પુષ્કરભાઈ પટેલ, મહેશસિંહ રાજપૂત, કિશોરસિંહ રાઠોડ, મનીષાબા વાળા, રસીલાબેન સાકરીયા, રાજેશ્રીબેન ડોડીયા, અરુણસિંહ સોલંકી, જિણાભા ડોડીયા, ચંદુભા પરમાર, ધીરુભા ડોડીયા, બલદેવસિંહ સિંધવ, અજયસિંહ પરમાર, ધીરુભા રાઠોડ, ભાવસિંહજી ડોડીયા, વિજયસિંહ ચુડાસમા, ભરતસિંહ ચુડાસમા, અજીતસિંહ રાજપૂત, હિતેષસિંહ ચૌહાણ, બહાદુરભાઈ માંજરીયા, ભગીભાઈ ખુમાણ, નાથુભા ડોડીયા જયેશસિંહ ડોડીયા, સંજયસિંહ વાઘેલા, વિવેક સિંહ સિંધવ વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -
આ દિવ્ય કાર્યક્રમમાં પધારેલા સંતશ્રી, શ્રી ક્ષત્રિય રાજપૂત સમાજ બંધુઓ, સર્વ સમાજ બંધુઓ, પ્રેસ મીડિયાના પત્રકાર બંધુઓ, રાજકોટ શહેર પોલીસ સ્ટાફ તથા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સાથ સહકાર આપનાર સર્વે ભાઈઓનો શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના,શ્રી ક્ષત્રિય રાજપૂત સમાજ, ચંદુભા પરમાર તથા સહદેવસિંહ ડોડીયા હૃદય આભાર માને છે.