ખાસ-ખબર ન્યૂઝ અમરેલી
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના સમઢિયાળા ગામનો યુવાન વિરાટ ગુજરીયા દ્વારકા સુધી પગપાળા યાત્રા શરૂ કરવામાં આવી છે. સમઢિયાળા ગામનો આ યુવાન હંમેશા સેવાકાર્યમાં આગળ હોય છે. થોડા દિવસ પહેલા ગુજરાતી ’લાલો મૂવી’ રિલિઝ થયું હતું. આ મૂવીમાં શ્રુત ગોસ્વામી દ્વારા શ્રીકૃષ્ણ ભગવાનનું પાત્ર ભજવ્યું હતું. અને ’લાલો’ મૂવી જોઇને અનેક લોકોએ પ્રેરણા લીધી હતી. ત્યારે રાજુલાના સમઢિયાળા ગામના યુવાન વિરાટ ગુજરીયાએ ’લાલો’ મૂવી જોયા બાદ તેની જીંદગીમાં પરિવર્તન આવ્યું હતું. અને આ યુવાન જીંદગીથી હારી ગયો હતો. જ્યારે ’લાલો’ મૂવી જોઇને યુવાને નવી જીંદગીની નવી શરૂઆત શરૂ કરવામાં આવી છે. જે બાદ વિરાટ ગુજરીયા નામના યુવાને તેમના વતન સમઢિયાળા થી દ્વારકા સુધી ખુલ્લા પગે ચાલીને જવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. ત્યારે ગત સમીસાંજ થી યુવાને તેમના વતન સમઢિયાળા થી ચાલીને નિકળ્યો અને પગપાળા યાત્રાનો પ્રારંભ કર્યો હતો. ત્યારે પગપાળા યાત્રાના પ્રારંભ દરમિયાન યુવાનના પરિવારજનો, ગ્રામજનો, ગામનાં સરપંચ રવજીભાઈ ચૌહાણ, નોબલ સ્કૂલના સંચાલક નિકુંજભાઈ પંડિત, જાફરાબાદના નાયબ મામલતદાર રાહુલભાઈ ગોહિલ તેમજ આગેવાનો, સંતો-મહંતો સહીત લોકોએ યુવાન વિરાટ ગુજરીયા નું ફુલહાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી સન્માન કરવામાં આવ્યું હતું. રાજુલા ખાતે પહોંચતા યુવાનનું આગેવાનોએ સ્વાગત સન્માન કર્યું હતું. આ યુવાન ચાલીને જવાનો રૂટ પ્રથમ રાજુલા થી ઉના, કોડીનાર, સોમનાથ ખાતે દર્શન કરી ત્યારબાદ ઘેડ પંથ (માધુપુર) થઇને પોરબંદર અને ત્યાંથી દેવભૂમિ દ્વારકા ખાતે પહોંચશે. અને કુલ 370 કિલોમીટર સુધી પગપાળા યાત્રા પૂર્ણ કરાશે. પગપાળાએ જતા યુવાન વિરાટ ગુજરીયાએ સાથે સંપર્ક કરતા જણાવ્યું હતું કે, હું છેલ્લા આઠ વર્ષથી સોશિયલ વર્ક તેમજ સર્પ મિત્ર તરીકે પણ મને લોકો ઓળખે છે. હું નિસ્વાર્થ ભાવે સેવા કરી રહ્યો છે. અને સોશિયલ વર્ક મારફતે મને લોકોનો પણ સાથ-સહકાર મળી રહ્યો છે. ત્યારે થોડા દિવસ પહેલા રિલિઝ થયેલ ગુજરાતી ’લાલો’ મૂવી મે જોયા બાદ મારી જીંદગીમાં પરીવર્તન આવ્યું છે કારણકે હું જીંદગીથી હારી ગયો હતો. ત્યારે આ ’લાલો’ મૂવી જોયા બાદ મારા જીવનની સંકલ્પ સાથે નવી શરૂઆત કરી દીધી છે. ’લાલો’ મૂવીના તમામ કલાકાર અને ટીમને હું શુભેચ્છા પાઠવું છું. કારણે કે મૂવી જોઇને મારી જીંદગીમાં બદલાવ આવ્યો છે. ત્યારે મૂવી જોયા બાદ મે સંકલ્પ કર્યો હતો કે, મારા વતન સમઢિયાળા થી દ્વારકા સુધી પગપાળા યાત્રા ચાલીને જવાનો સંકલ્પ કર્યો હતો. અને એ સંકલ્પને હું પૂર્ણ કરવા જઇ રહ્યો છું. અને પગપાળા યાત્રા દરમિયાન પણ લોકોનો ખૂબજ સાથ સહકાર અને પ્રેમ મળી રહ્યો છે. ત્યારે તમામ લોકોનો હું દિલથી આભાર વ્યક્ત કરુ છું. સાથોસાથ પત્રકાર મિત્રોનો પણ આભારી છું.



