- સૌથી શ્રેષ્ઠ વાત એ હતી કે હું અને અનુષ્કા સાથે હતા, ઘરે હતા, અમે આ સમયનો ભરપૂર ઉપયોગ કર્યો
- અનુષ્કા અને વિરાટ પેરેન્ટ્સ બનવાના છે, જાન્યુઆરી 2021માં પહેલા બાળકને આવકારશે
- કોહલી વિશ્વનો સૌથી વ્યસ્ત ઇન્ટરનેશનલ ક્રિકેટર છે, 2017થી દર વર્ષે મિનિમમ 40 મેચ ઉપરાંત IPL રમતો આવ્યો છે
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)નો કેપ્ટન વિરાટ કોહલી અત્યારે ટીમ સાથે ટૂર્નામેન્ટ પહેલાં પ્રેક્ટિસ સેશન દ્વારા તૈયારીઓ કરી રહ્યો છે. કોહલીએ પોતાની ફ્રેન્ચાઇઝ રોયલ ચેલેન્જર્સના એક પ્રોગ્રામ ‘બોલ્ડ ડાયરિઝ’માં કહ્યું કે, “હું પહેલા પ્રેક્ટિસ સેશન માટે ગયો, ત્યારે નર્વસ હતો. પરંતુ નેટ્સમાં બધું બરાબર થયું હતું. સાચું કહું તો- આ જે બ્રેક હતો તે દરમિયાન મને લાગ્યું હતું તેટલી મને રમતની યાદ નહોતી આવી. કારણકે હું છેલ્લા 9-10 વર્ષથી સતત રમી રહ્યો હતો. અને કદાચ આ સિવાય મને અન્ય કોઈ બ્રેક મળવાનો નહોતો.”
સૌથી શ્રેષ્ઠ વાત એ હતી કે, હું અનુષ્કા સાથે હતો
- Advertisement -
કોહલીએ કહ્યું કે, સૌથી શ્રેષ્ઠ વાત એ હતી કે હું અને અનુષ્કા સાથે હતા. ઘરે હતા. જ્યાર અમે એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું, ત્યારથી લઈને આજ સુધી ક્યારેય આટલો ટાઈમ સાથે પસાર કર્યો નથી. તમે પોતાના ઘરે પોતાના પ્રેમી સાથે હોઉં તો એનાથી વિશેષ કઈ નથી. અમે આ ટાઈમનો ભરપૂર ઉપયોગ કર્યો અને પોતાનું એક રૂટિન પણ બનાવ્યું હતું.
2017થી દર વર્ષે મિનિમમ 40 મેચ રમ્યો છે
ભારતીય કેપ્ટન રમતના ત્રણેય ફોર્મેટ્સમાં રમે છે. તે વિશ્વનો સૌથી વ્યસ્ત ઇન્ટરનેશનલ ક્રિકેટર છે. ક્રિકઇન્ફો અનુસાર, તે 2017થી દર વર્ષે મિનિમમ 40 ઇન્ટરનેશનલ મેચ રમ્યો છે. તે ઉપરાંત IPLમાં રમે છે. આ વર્ષે માર્ચ સુધીમાં તેણે 15 મેચ રમી લીધી હતી.
- Advertisement -
ફેબ્રુઆરીમાં કહ્યું હતું, 3 વર્ષ પછી કરિયર વિશે નિર્ણય લઈશ
કોહલીએ આ વર્ષે ફેબ્રુઆરીમાં કહ્યું હતું કે, “હવેનું શેડયૂલ એવું થઈ રહ્યું છે કે પ્લેયર્સને સીધા હેલિકોપ્ટરથી લેન્ડ થઈને મેચ રમવાનું કહેવામાં આવશે. હું આગામી 3 વર્ષ પછી હજી કેટલા વર્ષ રમી શકું છું, તે નિર્ણય લઈશ.” લોકડાઉનના બ્રેક પછી આશા છે કે, કોહલીની બેટરી ચાર્જ થઈ ગઈ છે અને તે આવનારા 7-8 વર્ષ માટે ઇન્ડિયન જર્સીમાં જોવા મળશે.
વિરુષકા જાન્યુઆરીમાં માતા પિતા બનશે
અનુષ્કા અને વિરાટ પેરેન્ટ્સ બનવાના છે. કપલે આ ગુડ ન્યૂઝની જાણ સોશિયલ મીડિયા પર તેમનો ફોટો શેર કરીને કરી છે. વિરાટે લખ્યું કે, અને પછી, અમે ત્રણ થઇ જશું. જાન્યુઆરી 2021માં આવી રહ્યું છે.