આ. ડો. નરેન્દ્રભાઈ દવેએ બહેરા મુંગા શાળા ટ્રસ્ટ વતી એવોર્ડ સ્વીકાર કર્યો
ખાસ-ખબર સંવાદદાતા
3 ડિસેમ્બરને સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ દિવ્યાંગ દિવસ’ તરીકે ઉજવાય છે. આ અનુસંધાને ગુજરાત સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા મૂકબધીર દિવ્યાંગતા માટે શિક્ષણ, તાલીમ, પુન:સ્થાપન ક્ષેત્રે કાર્યરત રાજકોટની શ્રી અને શ્રીમતી છગનલાલ શામજી વિરાણી બહેરા મુંગા શાળા ટ્રસ્ટને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવી છે. આ સન્માન સંસ્થાની ઉત્કૃષ્ટ કામગીરી માટે આપવામાં આવ્યો છે. સાથે જ ગુજરાત સરકારના આ એવોર્ડમાં સંસ્થાની કામગીરીને અભિનંદનીય અને સરાહનીય ગણાવતાં કલેકટરએ એવોર્ડ અર્પણ કર્યો હતો.
આ એવોર્ડ સ્વીકાર બહેરા મુંગા શાળા ટ્રસ્ટ તરફથી ટ્રસ્ટી ડો. નરેન્દ્રભાઈ દવેએ કર્યો હતો. આ. ડો. નરેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે, દિવ્યાંગોની સેવા એ ઉપકાર નથી પરંતુ સમાજ પ્રત્યેનું કર્તવ્ય છે તે ભાવથી સૌ ટ્રસ્ટીઓ કાર્ય કરી રહ્યા છે. અમારી સંસ્થા અને સંસ્થાના તમામ ટ્રસ્ટીઓ એવી લાગણી ધરાવે છે કે, સામાજીક ક્ષેત્રે હજુ પણ વધુ યોગદાન આપે. આ એવોર્ડ સ્વીકારતાં અમે બધાં હર્ષ અને ગૌરવની લાગણીનો અનુભવ કરીએ છીએ અને ગુજરાત સરકારનો અમે આભાર માનીએ છીએ. સંસ્થાના તમામ ટ્રસ્ટીઓએ એવોર્ડ બદલ હર્ષ અને ગૌરવની લાગણી વ્યક્ત કરી છે. આ કાર્યક્રમની શરૂઆતમાં સુરક્ષા અધિકારી ડો.પ્રાથાનાબેને મંત્રી નરેન્દ્ર ભાઈ દવેનુ પુસ્તક દ્વારા સ્વાગત કર્યુ હતું. આચાર્ય કશ્યપ ભાઈ પંચોલી તથા તમામ શિક્ષકો, બાળકો સાથે તમામ ઉપસ્થિતિ દિવ્યાંગ સંસ્થાઓનાં બાળકોની રેલીમાં સૌ જોડાયેલ હતા.
વિરાણી બહેરા મુંગા શાળા ટ્રસ્ટને ગુજરાત સરકાર દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી માટે એવોર્ડ



