ખાસ-ખબર સંવાદદાતા
કેદારનાથ ધામમાં યાત્રા પર આવતા યાત્રીઓની ભારે સંખ્યાને જોતા મંદિરના વીઆઈપી દ્વારને બંધ કરી દેવામાં આવ્યુ છે.
વીઆઈપી દર્શનકર્તાઓને પણ સામાન્ય યાત્રીઓની લાઈનમાંથી પ્રવેશ મંદિરમાં કરાવવાનો ફેંસલો વહીવટીતંત્રે લીધો છે. કેદારનાથમાં 6 દિવસમાં 1,14 ,814 યાત્રીઓએ બાબા કેદારનાથના દર્શન કર્યા છે.
મંદિરથી હેલીપેડ સુધી લાગી રહેલી લોકોની લાઈન જોતા જિલ્લા પ્રસાશને અનેક નિર્ણયો લીધા છે.
મંદિરમાં હવે વીઆઈપી દર્શન નથી કરાવવામાં આવતા જેથી સવારથી લાઈનમાં ઉભેલા યાત્રીઓને કોઈ પરેશાની ન થાય.
એક મિનિટમાં 30 યાત્રીઓને કરાવાય છે દર્શન
જીલ્લા અધિકારી મયુર દિક્ષિતે જણાવ્યું હતું કે કેદારનાથમાં પહેલા બે દિવસ યાત્રીઓની ભીડને કાબુમાં લેવી ખુબ જ કઠીન રહી.પરંતુ હવે પુરી યાત્રા નિયંત્રીત કરાઈ છે.જે યાત્રીઓએ દર્શન કર્યા છે તેઓ બીજીવાર લાઈનમાં ન ઉભા રહે એટલા માટે નિશાની માટે તેમના હાથમાં બેન્ડ કે અન્ય કોઈ નિશાની લગાવાશે.
- Advertisement -