ખાસ-ખબર ન્યૂઝ જકાર્તા, તા.1
ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તાના ઘણા ભાગોમાં સાંસદોના પગાર વધારા સામે હિંસક વિરોધ પ્રદર્શનો વધુ તીવ્ર બન્યા છે. શુક્રવારે રાત્રે મકાસર શહેરમાં પ્રદર્શનકારીઓએ પ્રાદેશિક સંસદમાં આગ લગાવી દીધી હતી.
તાજેતરમાં, ઇન્ડોનેશિયન પોલીસના વાહને મોટરસાઇકલ પર મુસાફરી કરી રહેલા એક ડિલિવરી બોયને કચડી નાખ્યો હતો, જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. આ પછી, પરિસ્થિતિ વધુ વણસી ગઈ.
હિંસક વિરોધ પ્રદર્શનોને ધ્યાનમાં રાખીને, ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટોએ શનિવારે ચીનની તેમની મુલાકાત રદ કરી હતી. તેઓ 3 સપ્ટેમ્બરે ચીનમાં વિજય દિવસની ઉજવણીમાં હાજરી આપવાના હતા, જે બીજા વિશ્ર્વયુદ્ધના અંતની 80મી વર્ષગાંઠ પર યોજાઈ રહી છે.
- Advertisement -
પ્રબોવોના પ્રવક્તાએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ દેશની પરિસ્થિતિ પર વ્યક્તિગત રીતે નજર રાખવા માગે છે અને આ પરિસ્થિતિઓને વધુ સારી રીતે સંચાલિત કરવા માગે છે. તેથી, તેમણે ચીન સરકારની માફી માગી કે તેઓ તેમના આમંત્રણ પર જઈ શકશે નહીં. આ હિંસક વિરોધ પ્રદર્શનોમાં અત્યાર સુધીમાં 3 લોકોના મોત થયા છે અને 5 લોકો ઘાયલ થયા છે. લોકોએ સરકારી અધિકારીઓ અને તેમને આપવામાં આવતી સુવિધાઓ સામે પોતાનો વિરોધ વધુ તીવ્ર બનાવ્યો છે. ડ્રાઇવરના મૃત્યુના સંદર્ભમાં 7 અધિકારીઓની અટકાયત કરવામાં આવી છે. આ વિરોધ પ્રદર્શનોમાં 200 થી વધુ લોકો ઘાયલ થયા છે. રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટોએ લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. તેમણે આ મામલાની તપાસના આદેશ આપ્યા છે અને મૃતક ડ્રાઇવરના પરિવારને મળ્યા છે.
આર્થિક મદદ- લોકો ઇચ્છે છે કે સરકાર આઉટસોર્સિંગ બંધ કરે, પગાર વધારો કરે, નોકરીમાં કાપ બંધ કરે અને કર નિયમોમાં સુધારો કરે. ઇન્ડોનેશિયામાં ફુગાવો અને બેરોજગારી વધી રહી છે, જેના કારણે સામાન્ય લોકોનું જીવન મુશ્ર્કેલ બની રહ્યું છે.
સાંસદોનું ભથ્થું- સાંસદો માટે માસિક 3,057 (રૂ. 2.69 લાખ) ભથ્થું નક્કી કરવામાં આવ્યું હતું. આ જકાર્તામાં લઘુત્તમ વેતન કરતાં 10 ગણું વધારે છે. આનાથી લોકોમાં ગુસ્સો ફેલાયો હતો. પોલીસ સામે કાર્યવાહી- ડિલિવરી બોયના મૃત્યુ બાદ લોકો પોલીસ સામે ગુસ્સે છે. તેઓ પોલીસ વિભાગના વડાને હટાવવા અને પોલીસમાં સુધારાની માગ કરી રહ્યા છે. ઇન્ડોનેશિયન લીગલ એઇડ એસોસિયેશન (ઢકઇઇંઈં)એ પોલીસ કાર્યવાહીની સખત નિંદા કરી છે. ઢકઇઇંઈંના જણાવ્યા મુજબ, જકાર્તામાં 600 થી વધુ વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી હતી, જેમાંથી ઘણાને કોઈપણ આરોપ વિના પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા.
સંગઠને પોલીસ પર ક્રૂરતા અને માનવાધિકાર ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો છે. કેટલાક પ્રદર્શનકારીઓએ દાવો કર્યો હતો કે પોલીસે માત્ર રબરની ગોળીઓ જ ચલાવી નથી, પરંતુ કેટલીક જગ્યાએ જીવંત દારૂૂગોળોનો પણ ઉપયોગ કર્યો છે.