બિટ્ટુ બજરંગી પર વાયરલ વીડિયોના સંબંધમાં FIR, અત્યાર સુધીમાં 5 જિલ્લામાં 93 FIR નોંધાઈ છે. 176 લોકોની ધરપકડ, નુહના SP વરુણ સિંગલાની બદલી
હરિયાણામાં હિંસાના આરોપીઓ સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. વિગતો મુજબ અત્યાર સુધીમાં 5 જિલ્લામાં 93 FIR નોંધાઈ છે. 176 લોકોની ધરપકડ કરવામાં આવી છે. એકલા નૂહમાં 46 એફઆઈઆર નોંધાઈ છે. સોમવારે નૂહમાં નીકળેલા સરઘસ પર પથ્થરમારો થયા બાદ જ બે સમુદાયો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. આ સિવાય નુહના એસપી વરુણ સિંગલાની પણ બદલી કરવામાં આવી છે.
- Advertisement -
મહત્વનું છે કે, શોભાયાત્રા પહેલા વરુણ સિંગલા રજા પર ઉતરી ગયા હતા. તેમની જગ્યાએ નરેન્દ્ર બિજરનિયા નવા એસપી બનશે. આ સાથે બિટ્ટુ બજરંગી પર વાયરલ વીડિયોના સંબંધમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. પોલીસે સોશિયલ મીડિયા પર સર્ક્યુલેટ થયેલા 2300 વીડિયોની ઓળખ કરી છે. પોલીસનું માનવું છે કે આ વીડિયોએ હિંસા ભડકાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
Nuh SP transferred after incidents of violence, replaced by his Bhiwani counterpart
Read @ANI Story | https://t.co/VcESjhlZnv#NuhViolence #SPTransfer #Haryana pic.twitter.com/Mcf9NLBeqe
- Advertisement -
— ANI Digital (@ani_digital) August 4, 2023
ક્યાં કેટલી FIR?
હરિયાણામાં હિંસા બાદ નુહ 46, ફરીદાબાદ 3, ગુરુગ્રામ 23, પલવલ 18, રેવાડી 3 ફરિયાદ નોંધાઈ છે. આ સાથે 176 લોકોની ધરપકડ પણ કરાઇ છે.
સોશિયલ મીડિયા પર ઉશ્કેરણી કરનારાઓ પર કાર્યવાહી
નુહ પોલીસે તણાવ ફેલાવતા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પણ કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે આ મામલે 7 FIR નોંધી છે. આમાંથી ત્રણ શાહિદ, આદિલ ખાન મન્નાકા અને શાયર ગુરુ ઘંટાલ નામના યુઝર્સ પર કરવામાં આવ્યા છે. FIR મુજબ શાહિદ નામના યુઝરે 5 પોસ્ટ કરી હતી. જ્યારે એક આદિલ અને 2 શાયર ગુરુ ઘંટાલ દ્વારા કરવામાં આવી હતી. પોલીસ માને છે કે તેણે હિંસા ભડકાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. પોલીસે સોશિયલ મીડિયા પર પોસ્ટને લઈને કલમ-153, 153A, 295A, 298, 504, 109 અને 292 હેઠળ FIR દાખલ કરી છે. જોકે પોલીસે હજુ સુધી એ ખુલાસો કર્યો નથી કે શાયર ગુરુ ઘંટાલ નામનું એકાઉન્ટ કોણ ચલાવતું હતું. પોલીસ આવા લગભગ 2300 વીડિયોની તપાસ કરી રહી છે, જે હિંસા ફેલાવવા માટે જવાબદાર હોવાનું માનવામાં આવે છે.
#WATCH | Increased security maintained in Haryana's Nuh amid curfew imposed after violent clashes between two groups on July 31 pic.twitter.com/CNB4KKaTCr
— ANI (@ANI) August 4, 2023
હરિયાણામાં અર્ધલશ્કરી દળોની 24 કંપનીઓ તૈનાત
હરિયાણા સરકારના ગૃહના અધિક મુખ્ય સચિવ ટીવીએસએન પ્રસાદે લોકોને ખાતરી આપી કે, અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્થિતિ ઝડપથી સામાન્ય થઈ રહી છે. આ વિસ્તારોમાં છૂટાછવાયા પ્રવૃતિઓનો સામનો કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે સરકાર પર્યાપ્ત દળો સાથે સંપૂર્ણ રીતે તૈયાર છે. તેમણે કહ્યું કે, રાજ્યભરમાં અર્ધલશ્કરી દળોની 24 કંપનીઓ તૈનાત છે. નૂહમાં કર્ફ્યુ ચાલુ છે. આ સિવાય ઇન્ટરનેટ પણ બંધ છે. નૂહ સિવાય ફરીદાબાદ, પલવલ, સોહના, પટૌડી અને ગુરુગ્રામના માનેસરમાં ઇન્ટરનેટ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ સાથે નૂહ, સોહના અને ગુરુગ્રામમાં મુસ્લિમ સમુદાયે ઘરે જ નમાઝ અદા કરવાનો નિર્ણય લીધો છે.
#WATCH | Accused arrested by the Police in connection with the recent violence in Nuh, Haryana being taken to the Court. pic.twitter.com/0F5hhvkfuz
— ANI (@ANI) August 3, 2023
નૂહમાં શોભાયાત્રા દરમિયાન ફેલાઈ હતી હિંસા
નોંધનીય છે કે, હરિયાણાના મેવાત-નુહમાં 31મી જુલાઈએ બ્રિજ મંડળ યાત્રા કાઢવામાં આવી હતી. આ દરમિયાન યાત્રા પર પથ્થરમારો થયો હતો. થોડા જ સમયમાં તે બે સમુદાયો વચ્ચે હિંસામાં ફેરવાઈ ગયું. સેંકડો કારને આગ ચાંપવામાં આવી હતી. સાયબર પોલીસ સ્ટેશન પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. બદમાશોએ પોલીસકર્મીઓ પર પણ હુમલો કર્યો હતો. નૂહ બાદ સોહનામાં પણ પથ્થરમારો અને ગોળીબાર થયો હતો. વાહનોને આગ ચાંપવામાં આવી હતી. આ પછી હિંસાની આગ નૂહથી ફરીદાબાદ-ગુરુગ્રામ સુધી ફેલાઈ ગઈ. નૂહ હિંસામાં બે હોમગાર્ડ સહિત 6 લોકોના મોત થયા છે.
Accused arrested by the Police in connection with the recent violence in Nuh, Haryana being taken to the Court. pic.twitter.com/wZ3rmGFzDy
— ANI (@ANI) August 3, 2023