કેટલાંક દિવસ શાંત રહ્યા બાદ મણીપુરમાં ફરી હિંસા ભડકી છે. છેલ્લા 72 કલાકમાં જુદી જુદી હિંસાની ઘટનામાં 5 લોકોના મોત થયા છે અને 18 લોકો ઘાયલ થયા છે. અધિકારીઓએ જણાવ્યું હતુ કે બે સમુદાયો વચ્ચે સતત ગોળીબાર બાદ છેલ્લા 72 કલાકમાં મણીપુરની બિષ્ણુપુર અને ચુરાચંદપુર જીલ્લામાં ઓછામાં ઓછા પાંચ લોકોનાં મૃત્યુ નીપજયા છે.આ દરમ્યાન 18 લોકો ઘાયલ થયા છે.
અધિકારીએ જણાવ્યું હતું કે મંગળવારે હિંસા દરમ્યાન ખોઈરેંટક વિસ્તારમાં ગોળીબારમાં ગામનાં સ્વયં સેવક યુવાનનું મોત થયુ હતું. બુધવારે થોડા કલાકોની શાંતિ બાદ ગુરૂવારે સવારે બે જુથો વચ્ચે ગોળીબાર થયો હતો. જેમાં ઘાયલ એક વ્યકિતનું ચુરાચંદપુર જીલ્લા હોસ્પીટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ થયુ હતું. મંગળવારે બિશ્પુરનાં નારાયણ સેના ગામ પાસે હિંસાની આગ પાસે હિંસાની અલગ અલગ ઘટનાઓમાં બે લોકો માર્યા ગયા હતા. અને છ લોકો ઘાયલ થયા હતા. સુત્રોના જણાવ્યા મુજબ એકનું ગોળી વાગવાથી મૃત્યુ થયુ હતું. જયારે એક અન્ય શખ્સનું ગોળીબારથી મૃત્યુ થયુ હતું.
- Advertisement -