રોજની ૧૨૦ બસો દ્વારા અનેક મુસાફરોને મળશે સુવિધાનો લાભ
રાજકોટ – મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વના પાંચ વર્ષના સુશાસનના ભાગરૂપે તા. ૭ ઓગસ્ટના વિકાસ દિન નિમિત્તે વિંછીયા ખાતે ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાના હસ્તે રૂ. ૧૮૫.૪૩ લાખના ખર્ચે બાંધવામાં આવેલા આર.સી.સી. ફ્રેમ સ્ટ્રક્ચર સાથેના નવનિયુક્ત બસ સ્ટેશનનું લોકાર્પણ કરાશે.
વિંછીયા બસ સ્ટેશન ખાતે રોજની 120 બસો અપ-ડાઉન દ્વારા અનેક મુસાફરોને મળશે સુવિધાનો વિશેષ લાભ મળશે. આ નવનિયુક્ત બસ સ્ટેશન ખાતે ૫ પ્લેટફોર્મ તૈયાર કરાયા છે. મુસાફોરને બેઠક વ્યવસ્થા સાથેનો વેઇટિંગ હોલ, પાસ રૂમ અને પૂછપરછ રૂમ, ટ્રાફિક કંટ્રોલ રૂમ, વહીવટી રૂમ, કેન્ટીન, પાર્સલ રૂમ, નાસ્તાના 3 સ્ટોલ, પુરુષો માટે તેમજ સ્ત્રીઓ માટે અલગ અલગ 5 યુરિનલ અને 3 શૌચાલય, વિકલાંગ વ્યક્તિઓ માટે અલાયદા શૌચાલય અને રેમ્પની સુવિધા ઉભી કરવામાં આવી છે.


