ખાસ-ખબર સંવાદદાતા
માળીયા તાલુકાના બગસરા ગામમાં રીપેરીંગ માટે ગયેલા પીજીવીસીએલના કર્મચારીને ધાક ધમકી અને માર માર્યો હોવાની માળીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી ત્યારે આ ફરિયાદ ખોટી હોવાના આક્ષેપ સાથે બગસરા ગામના ગ્રામજનો માળીયા પોલીસ મથકે પહોંચ્યા હતા અને વહેલી તકે ફરિયાદ રાડ કરવા માંગણી કરી હતી. માળિયા તાલુકાના બગસરા ગામમાં તાજેતરમાં વીજટ્રાન્સફોર્મર રીપેર કરવા ગયેલ વીજ કર્મચારીને ધાક ધમકી અને માર માર્યાની માળીયા મિંયાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી આ ફરિયાદ બાદ માળીયા તાલુકાના બગસરા ગામના ગ્રામજનો માળિયા પોલીસ મથકે પહોંચ્યા હતા અને ગ્રામજનોએ માળીયા પોલીસ મથકના પીએસઆઈ બી ડી જાડેજાને રજૂઆત કરી હતી કે પીજીવીસીએલ કર્મચારીઓ દ્વારા તેમના ગામના બે લોકો વિરુદ્ધ ખોટી ફરિયાદ કરી હોય અને આ બાબતે તપાસ કરી ફરિયાદ રદ કરવા માંગણી કરી હતી. આ સાથે ગ્રામજનોએ તેમની ફરિયાદનો વહેલી તકે ઉકેલ નહીં આવે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા તેમજ જરૂર પડ્યે આંદોલન કરવાની ચીમકી આપી હતી.
PGVCLના કર્મચારીએ ખોટી ફરિયાદ કર્યાના આક્ષેપ સાથે બગસરાના ગ્રામજનો પોલીસ મથકે પહોંચ્યા
