ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
વંથલી તાલુકાના લુવારસર ગામના ઉગમણી તરફ ગામમાં આવેલ વોકળા સુધી ખુલ્લી મોટી ગટર આવેલ છે આ ગટરની ઉંડાઈ વધુ ન હોવાથી ચોમાસા દરમિયાન સીમ વિસ્તારમાંથી તેમજ ઉપરવાસના ખુલ્લા ખેતરોમાંથી પુષ્કળ પ્રમાણમાં પાણીનો પ્રવાહ આવતો હોવાથી તે પાણી ગટરમાંથી બહાર નીકળીને રહેણાંક વિસ્તારમાં ઘૂસી જાય છે.
- Advertisement -
આ પાણીને લઇ નીચાણવાળા વિસ્તારોમાં ઘરમાં પાણી ઘૂસી જતું હોય લોકોના ઘરવખરીને પણ નુકશાન પહોંચે છે તેમજ આ રોગચાળો ફેલાવાની શક્યતા રહે છે આ અંગે ગામના આગેવાન રમેશભાઈ શિંગરખીયાએ જણાવ્યું હતું કે બે વર્ષ પહેલા ગ્રામ પંચાયત દ્વારા તે સમયના સાંસદ રમેશભાઈ ધડુકને પત્ર લખતા સાંસદે તાત્કાલિક જિલ્લા વિકાસ અધિકારીને પત્ર લખી યોગ્ય કરવા જણાવ્યું હતું પરંતુ આજ સુધી આ કોઈ કામગીરી કરાઇ નથી જેને લઇ ગ્રામજનોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે ચોમાસા પહેલા આ કામગીરી કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગણી કરાઇ છે.