ઉનાના એક આરોપીને પોલીસે ઝડપી લીધો, અન્યોની શોધખોળ ચાલુ
ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.14
- Advertisement -
કોડીનાર તાલુકાના ડોળાસા ગામના એક નિર્દોષ વેપારી ઉપર ઉનાના ચાર માથાભારે શખ્શોએ જીવલેણ હુમલો કરતા તેના ઉગ્ર પ્રત્યાઘાતો પડયા છે. આજે આ ઘટના ના વિરોધમાં એક વિશાળ રેલી ડોળાસા થી કોડીનાર સુધી યોજાય હતી.આ બાબતે કોડીનાર મામલતદારશ્રી અને કોડીનાર પોલીસ માં રજૂઆત કરવામાં આવી હતી. ગત તારીખ 11/2 ની રાત્રીના સાડા બાર વાગ્યે ડોળાસા ગામ ના વેપારી દેવાંગ હાર્ડવેર ની દુકાન ચલાવતા દિલીપભાઈ જેઠાભાઈ મોરી ઉપર ઉના ના ચાર માથાભારે ઈસમોએ તેમની વાડી નજીક જીવલેણ હુમલો કર્યો હતો. શુક્રવારે યોજાયેલી વિશાળ રેલી સવારે અગિયાર વાગ્યે ડોળાસા થી કોડીનાર પહોંચી હતી.જયાં પ્રથમ મામલતદાર કચેરી એ કોડીનાર મામલતદારને આવેદન પાઠવી ઉના શહેર ના આ માથાભારે ઈસમો સામે કડક કાર્યવાહી કરવા ની રજૂઆત કરવામાં આવી હતી. બાદ આ રેલી કોડીનાર પોલીસ સ્ટેશન પહોંચી હતી.જ્યાં પી.એસ.આઈ. એસ.જી.કાછડ ને રજૂઆત કરી ગુન્હાની ગંભીરતા ને ધ્યાનમાં લઈ ગંભીર કલમોનો ઉમેરો કરવાની માંગ કરવામાં આવી હતી.પી.એસ.આઈ.કાછાડ જણાવાયું છે કે આ ઘટના ના મુખ્ય આરોપી નિલય ઉર્ફે ભૂરો રામભાઈ વાળા ને કોડીનાર પોલીસે ઝડપી લીધી છે.અને ગુન્હામાં વપરાયેલી સફેદ સ્કોર્પિયો કાર અને હુમલામાં ઉપિયોગ કરેલા હથિયારો પણ કોડીનાર પોલીસે કબ્જે કર્યા છે.



