ખનિજ ભરેલા ઓવરલોડ વાહનોના લીધે રોડ થયો બિસ્માર
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.7
સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતા ગેરકાયદેસર ખનન અને ખનિજ ભરેલા વાહનો સામે સ્થાનિક આર.ટી. ઓ તંત્રની નિષ્ફળ ભૂમિકા નજરે પડે છે ત્યારે જે વિસ્તારોમાં ખંજન ચોરી થઈ રહી છે તે ગ્રામ્ય વિસ્તારના રોડ ઓવર લોડ ખનિજ ભરેલા વાહનો નીકળવાના લીધે બિસ્માર પણ નજરે પડે છે ત્યારે મુળી તાલુકાના દુધઈ થી સરલા ગામને જોડતા રોડ છેલ્લા કેટલાક સમયથી બિસ્માર છે. જેથી ગ્રામજનોને અહીંથી નીકળવું ખુબ જ મુશ્કેલ બને છે આ રોડ બિસ્માર હોવાથી ગ્રામજનો દ્વારા અનેક વખત રજૂઆત પણ કરાઈ છે પરંતુ તંત્ર દ્વારા કોઈ ધ્યાન નહીં આપતા ગ્રામજનોને બિસ્માર માર્ગ પરથી ન છૂટકે જવું આવવું પડે છે જેના લીધે વારંવાર અકસ્માત પણ સર્જાય છે ત્યારે ગ્રામજનો દ્વારા બિસ્માર રોડનું તાત્કાલિક સમારકામ થાય તેવી માંગ ઉઠાવી છે.