ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડા ગામે ખુલ્લેઆમ વેચાતા દારૂના અડ્ડાઓ આશરે ચાર વર્ષ પહેલા બધા સમાજના અગ્રણીઓ પંચાયત ઓફિસે મીટીંગ કરી ગ્રામસભાનું આયોજન કરી સર્વાનુમતે પ્રશ્નાવડા ગામ ની અંદર દારૂ ન વેચાય તેવો ઠરાવ કરેલો સાથે-સાથે ડીજે બેન્ડ પાર્ટી આ બધા પર બેન લગાડેલું અને આશરે 300 થી 500 જણા બધાએ સાથે મળી આ ઠરાવમાં સહી કરેલ અને આ ઠરાવની એક કોપી મામલતદાર અને સુત્રાપાડા પોલીસ સ્ટેશનને આપેલી એ પછી થોડા ટાઈમ માટે ગામની અંદર દારૂ બીલકુલ બંધ થઈ ગયેલો અત્યારે તો બે ત્રણ દિવસથી સોશિયલ મીડિયામાં એવી ચર્ચાઓ થઈ રહી છે કે પ્રશ્નાવડા માં દૂધ લેવા માટે મંડળીઓ સવારે અને સાંજે જ ખુલે છે પણ પ્રશ્નાવડા માં દારૂ ચોવીસે કલાક અને ગમે તે શેરીમાં મળી જાય. ગામ લોકોની તંત્રને વિનંતી છે કે આવા બુટલેગરને તાત્કાલિક અસરથી પકડી ને જેલમાં મોકલી દેવામાં આવી લોકો દ્વારા વિનંતી તો લાગતા વળગતા તંત્ર એ તાત્કાલિક માં દારૂ બંધ થાય તેવી લોક માંગ ઉઠી રહી છે.
પ્રશ્નાવડામાં ખુલ્લેઆમ વેંચાતા દારૂથી ગ્રામજનો પરેશાન

Follow US
Find US on Social Medias