સ્કૂલ જતાં બાળકોને ટ્રેકટરની મદદથી સલામત સ્થળે લઈ જવાયા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.24
સુરેન્દ્રનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદના લીધે ઠેર ઠેર નદી, નાળા અને તળાવોમાં નવા નોર આવ્યા છે જ્યારે વધુ પડતા વરસાદને લીધે કેટલાક નદી તળાવો અને ડેમ ઓવરફ્લો પણ થયા છે ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના કલ્યાણપુર ગામ નજીક આવેલ ફલકુ નદીમાં પાણી આવતા નદી બે કાઠે વહી હતી જેના લીધે કલ્યાણપુર ગામ તરફ જવા માટેનો ક્રોઝવે પરથી પાણી વહેવા લાગ્યું હતું આ તરફ ક્રોઝવે પરથી પાણી વહેવા લાગતા કલ્યાણપુર ગામ સંપર્ક વિહોણું બન્યું હતું અને ગામના અભ્યાસ માટે ગયેલા બાળકોને ગ્રામજનો દ્વારા ટિકિટની મદદથી રેસ્ક્યુ કરી ક્રોઝવે પર કરાવ્યો હતો તમામ બાળકોને ટ્રેકટરની મદદથી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે દર વર્ષે ચોમાસાની સીઝનમાં અહીં આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થતું હોય જેથી ગ્રામજનો દ્વારા ધારાસભ્ય અને સરકારી તંત્રને અહીં નાળુ બનાવવા માટે માંગ કરી છે.


