ખાસ-ખબર સંવાદદાતા
ગિર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના તાલુકાના ખાંભા ગામ ખાતે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” રથ આવી પહોંચ્યો હતો. જ્યાં બાળાઓ દ્વારા રથનુ સ્વાગત કરવામાં આવ્યુ હતુ અને “વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાડ્ઢ પાત્રતા ધરાવતા નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ આપવામા આવ્યો હતો.
આ તકે, પ્રાકૃતિક ખેતી કરવાની વિસ્તૃત જાણકારી આપી હતી. તેમજ આરોગ્ય કેમ્પ અને પાત્રતા ધરાવતા નાગરિકોને સરકારની પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના,પધાનમંત્રી આવાસ યોજના સહિતની યોજનાઓનો લાભ આપવામા આવ્યો હતો અને ગ્રામજનોએ રથના માધ્યમથી વિકાસની ઝાંખી રજૂ કરતી ફિલ્મ પણ નિહાળી હતી તેમજ લાભાર્થીઓ પોતાના પ્રતિભાવો રજુ કર્યા હતા અને ’વિકસિત ભારત’ માટે પ્રતિજ્ઞા લીધી હતી.
ગિર સોમનાથના ખાંભા ગામ ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ યોજાઈ
