ગિરનાર પર્વત પર કાળઝાળ ગરમીમાં પાણીની સેવા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢ ગિરનાર પર્વત એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે અને 42 થી 43 ડિગ્રી તાપમાન વચ્ચે જયારે કાળા મથાનો માંનવી પણ પાણી માટે ટળ વળે છે. ત્યારે ગિરનાર સીડી પર દુકાન ધરાવતા વિજયભાઈએ અબોલ કપિરાજ અને પક્ષી માટે પાણીની વ્યવસ્થા ઉભી કરીને સેવાયજ્ઞ કરે છે.
- Advertisement -
વધુ વિગત પ્રમાણે ગિરનાર સીડી પર વિજયભાઈ પોતાની દુકાન ધરાવે છે. ત્યારે હાલ ગિરનાર પર્વતના પથ્થરો ભારે ગરમીથી આગ ઓકી રહ્યા છે ત્યારે પર્વત પર અનેક કપિરાજ અને પક્ષીઓ વસવાટ કરે છે અને પાણી માટે વલખા મારતા હોઈ છે અને દૂર દૂર સુધી પાણીની શોધમાં જવું પડે છે ત્યારે ગિરનાર સીડી ઉપર 2500 પગથિયાં પાસે દુકાન ધરાવતા વિજયભાઈએ આ કાળજાળ ગરમીમાં પ્રાણીઓને માટે પીવાના પાણીના કેરબા જાતે ખંભે ઊંચકી અને કુંડીમાં પાણી નાખવામાં આવે છે અને કપિરાજ, પક્ષીઓ અને પ્રાણીઓની તરસ છીપાવતા વિજયભાઈની આ સેવાને લોકો વંદન કરે છે.આમ પણ ગિરનાર પર્વત પર પાણીની સમસ્યા વર્ષોથી જોવા મળે છે અને વર્ષ દરમિયાન ચોમાસાના પાણીના સંગ્રહ પર ધાર્મિક જગ્યાની સાથે ગિરનાર આવતા યાત્રિકો પણ એજ પાણીથી ચલાવવું પડે છે.



