માનનીય મુખ્યમંત્રી,ગુજરાત રાજય, વિજય રૂપાણીની ઉપસ્થીતીમાં રાજકોટ શહેર પોલીસે શરૂ કરેલી તેની પેપરલેસ,કોન્ટેક્ટલેસ,કેશલેસ ટ્રાફિક ચલણ સિસ્ટમનો ઉપયોગ કરીને 2000થી વધુ કેસો કરવાની કામગીરી કરી
રાજકોટ શહેરમાં ઘણા સમયથી ટેકનોલોજીનો ઉપયોગ કરી જુની પધ્ધતિમાં સુધારો લાવવા એક નવો પ્રોજેકટ શરૂકરવામાં આવેલ, જેમાં રાજકોટ શહેરના પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ સાહેબ, સંયુકત પોલીસ કમિશનર શ્રી ખુરશીદ અહેમદ સાહેબ, નાયબ પોલીસ કમિશનર, ઝોન-૧ શ્રી પ્રવીણ કુમાર સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર, ઝોન-૨ શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ એક નવા ટ્રાફીક ચલણ સીસ્ટમ શરૂ કરવા રચના કરવામાં આવેલ, જે તા.21-01-2021ના રોજ માનનીય મુખ્યમંત્રીશ્રી,ગુજરાત રાજય, શ્રી વિજય રૂપાણીની ઉપસ્થીતીમાં શરૂ કરવામાં આવી હતી.આ પ્રકારની સિસ્ટમ શરૂ કરનાર રાજકોટ શહેર પોલીસ ભારતમાં પ્રથમ છે.
- Advertisement -
રાજકોટ શહેર પોલીસે તા.03.06.2021 સુધીમાંઇન–બિલ્ટ ડેટા એનાલિટિકલ ટૂલ સાથે રોકડ અને ઇ–ચલણ જેવા અન્ય પેમેન્ટ મોડ્સ સાથે ઓન–સ્પોટ કોન્ટેક્ટલેસ, પેપરલેસ અને કેશલેસ ટ્રાફિક ચલણ સિસ્ટમનો રોલઆઉટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. જેમાં રાજકોટ શહેર પોલીસે 2000કેસો કરી દંડ કરવાની સીમાચિહ્ન રીતે પૂર્ણ કરેલ છે કારણ કે,આ એક એવી સિસ્ટમ છે કે જે અત્યાર સુધી માત્ર ખ્યાલના પુરાવા તરીકે અસ્તિત્વમાં હતી. આ સીસ્ટમ ખરેખર અમલમાં મૂકી શકાય તેવું આ પાઇલટ અભ્યાસે સાબિત કર્યું છે. તેમજ ભવિષ્યમાં ઇનબિલ્ટ ડેટા એનાલીસીસ ટુલ્સના પ્રુફ અંગે ખર્ચ અસરકારકતા વધુ ફાયદાકારક રહેશે.
અત્રે એ નોંધવું મહત્વપૂર્ણ છે કે, આ પાયલટ અભ્યાસ એવા સમયમાં કરવામાં આવ્યો હતો જ્યારે વિશ્વ વૈશ્વિક મહામારી, કોવિડ-19 સાથે સંઘર્ષ કરી રહ્યું છે. આ સમયમાં સંપર્ક વિહોણી ચુકવણીની પ્રણાલીના મહત્વને વધુ પડતું સારૂ કહી શકાતું નથી, પરંતુ ટ્રાફિક જાગૃતિ મહિના દરમ્યાન દંડ અટકાવવામાં આવતા હાલના પાઇલટ પ્રોજેકેટે કેટલાક અવરોધોને મહાત કર્યા હતા. તેમજ પોલીસ અને નારગીકોનીજાગૃતિ અંગે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહી રહયુ હતું અને બાદમાં એમ.વી.એક્ટ હેઠળ ના દંડ પર પણ સત્તાવાર રીતે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જે રોલઆઉટને ફિલ્ડ ટ્રાયલ માટે ૨ મહિનાથી ઓછો અસરકારક સમયગાળો આપે છે.આ પરિસ્થિતિથી દબાઈ જવાને બદલે, આ એપ્લિકેશનની મોડ્યુલરિટી તપાસવાની તક સાબિત થઈ, જેમાં દંડ માટે નવા હેડ એટલે કે માસ્ક, સ્પિટિંગ, સોશ્યલ ડીસ્ટન્સીંગ ઉમેરવામાં આવ્યા હતા અને દંડમાં પણ ફેરફાર કરવામાં આવ્યો હતો. (સ્પિટિંગ માટે રૂ. 200દંડ ત્યારબાદ વધારીને રૂ. 500 કરવામાં આવ્યો હતો).આ પાઇલટ પ્રોજેકટના અભ્યાસમાં ખામી (બગ્સ)ના મુદ્દાઓને પણ સફળતાપૂર્વક દુર કરવામાં આવ્યા છે. જે સામાન્ય રીતે નવી સિસ્ટમ શરૂ કરવામાં સામેલ હોય છે.
રાજકોટ સિટી પોલીસે તેની આરટીપી એપ્લિકેશન અપડેટ કરી છે. જે મૂળ ટ્રાફિક ચલણ મોડ્યુલ અને હાજરી મોનિટરિંગ એપ્લિકેશન હતી. જેમાં ટ્રાફિક પોલીસ યુપીઆઈ આધારિત ક્યુઆર કોડનો ઉપયોગ કરીને દંડ આપી શકે છે અને ઓનલાઇન કેસ રીસીપ્ટ, મેસેઝ તથા ઓનલાઇન ચલણ અને પેમેન્ટની વ્યવસ્થા જે સંપર્ક વિહોણી અને કેશલેસ ચુકવણીની રીત છે. ટ્રાફિક ચલણની ચુકવણી કરવા માટે ઇન્ટરનેટ બેંકિંગ મારફતે ઓનલાઇન અને રોકડમાં ચુકવણી જેવા અન્ય માધ્યમો પણ ઉપલબ્ધ છે.


