બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલીના લાઇવ દૃશ્યો, વિજ્ઞાન જાથાને રાક્ષસમાં ખપાવી
નરેન્દ્ર મોદી લક્ષ્મણ અને હું વિષ્ણુનો દશમો કલ્કી અવતાર!
રામનામના જાપ કરવાથી કોરોના ન થાય ! રમેશચંદ્ર ફેફર
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના કાલાવડ રોડ પર આવેલ શારદાનગર સોસાયટીમાં રહેતા સિંચાઇ વિભાગના નિવૃત અધિકારી રમેશચંદ્ર ફેફર કે જે પોતાને ભગવાન વિષ્ણુનો દશમો અવતાર કલકી અવતાર ગણાવી રહ્યા છે. આજ રોજ વિજ્ઞાન જાથા સવારના સમયે રમેશચંદ્ર ફેફરના ઘરે પહોંચ્યું હતું જ્યાં વિજ્ઞાન જાથા અને કલકી અવતાર વચ્ચે ઉગ્ર બોલાચાલી સર્જાઇ હતી અને પોતાની જાતને ભગવાન નો દશમો અવતાર કલ્કી અવતાર કહેનાર જાથાને ગાળો ભાંડતો હતો.
રાજકોટ વિજ્ઞાનજાથાના પ્રમુખ જયંત પંડ્યા અને તેમની ટીમ યુનિવર્સિટી પોલીસને સાથે રાખી શારદાનગર સ્થિત રમેશચંદ્ર ફેફરના ઘરે પહોંચ્યું હતું. આ સમયે રમેશચંદ્ર ફેફર તાળું મારી અંદર રહ્યા હતા અને જાથાને તેમના ઘરમાં પ્રવેશ કરવા દીધેલ ન હતો. આ સમયે જાથા અને રમેશચંદ્ર ફેફર વચ્ચે ઉગ્ર બોલાચાલી સર્જાઇ હતી જેમાં રમેશચંદ્ર ફેફર દ્વારા વિજ્ઞાન જાથાને રાક્ષસ કહેવામાં આવ્યા હતા અને પોતાની જાતને ભગવાન વિષ્ણુ નો દશમો અવતાર કલકી અવતાર ગણાવતા રમેશચંદ્ર એ બેફામ ગાળો ભાંડી જાથાના સભ્યો સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી.
- Advertisement -
સરદાર સરોવર પુન:વસવાટ એજન્સી વડોદરામાં અધિક્ષક ઇજનેર તરીકે ફરજ બજાવી ચૂકેલા અને હાલ નિવૃત્ત રમેશચંદ્ર ફેફર ફરી વિવાદમાં આવ્યા છે. પોતાને ભગવાન વિષ્ણુનો દસમો કલ્કી અવતાર માનનાર રમેશચંદ્ર હાલ રાજકોટના કાલાવડ રોડ પર આવેલા અર્ક-બંસરી સોસાયટીના બ્લોક નં.2માં રહે છે. રમેશચંદ્ર ફેફરે 1 જુલાઇ ના રોજ સિંચાઇ વિભાગના સચિવને પત્ર લખી છેલ્લા એક વર્ષનો પગાર, અને ગ્રેચ્યુટી ના રૂપિયાની માંગણી કરી હતી. વધમાં તેને પત્રમાં લખ્યું હતું કે, તેઓ કલકી અવતાર હોવાથી સરકારમાં બેઠેલા રાક્ષસો મારા સાથે અન્યાય કરી રહ્યા છે. આ સાથે ચીમકી ઉચારતા લખ્યું હતું કે , જો મારો પગાર અને ગ્રેચ્યુટી આપવામાં નહિ આવે તો આ વર્ષે તેઓ દેશમાં ભયંકર દુષ્કાળ કરશે.


