દીવ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નવ વર્ષના કાર્યકાળ દરમિયાન થયેલા કાર્યો અનેકવિધ યોજનાઓ વિશે લોકોના ઘર ઘર સુધી જયને લોક ને માહિતગાર કરવામાં આવી રહ્યા છે.આ અંતર્ગત દીવ જિલ્લા ભાજપા દ્વારા દીવ જિલ્લાના તમામ વિસ્તારોમાં જન સંપર્ક અભિયાન ચાલુ કરવામાં આવ્યુ છે. દીવમાં ચાલી રહેલ જન સંપર્ક અભિયાન દીવ જિલ્લા ભાજપના પ્રમુખ મોહનભાઈના નેતૃત્વમાં ચાલી રહ્યું છે. જેમાં પ્રદેશ મંત્રી કિરીટભાઈ, ભૂતપૂર્વ પ્રમુખ બીપીનભાઈ શાહ, દીવ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ લક્ષ્મીબેન મોહન તથા અન્ય કાર્યકરો એ વોર્ડ નંબર 5ની મુલાકાત લીધી હતી. ઘરે ઘરે જઈને લોકોને પ્રધાનમંત્રી મોદીના કાર્યકાળ દરમિયાન લાગુ કરેલી યોજનાઓ તેમજ સંઘ પ્રદેશમાં કાર્યોની વિગતવાર માહિતી સાથેના પેમ્પલેટ આપવામાં આવ્યા હતા.
દીવ જિલ્લા ભાજપ દ્વારા જોરશોરથી ચાલી રહેલું જન સંપર્ક અભિયાન
Follow US
Find US on Social Medias